Loading Please Wait !!!
રાજકોટ, અમદાવાદમાં ચોરી કરનાર ગેંગને ઝડપી લેતી શાપર પોલીસ

મોબાઇલ ટાવર પરથી ડિવાઈસ ચોરી વિદેશમાં વેચી નાખતી ત્રિપુટીની ધરપકડ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ અને અમદાવાદમાં મોબાઇલ ટાવર પર લગાવવામાં આવતા અતિ સંવેદનશીલ AZNA રિમોટ રેડિયો યુનિટની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને શાપર પોલીસે ઝડપી લઈ સાત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. શાપર પોલીસે ૩ શખ્સની ધરપકડ કરી રૂ.૧.૧૧૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. શાપરમાં ઇન્ડસ કંપની દ્વારા ઉભા કરાયેલા

મોબાઇલ ટાવરમાંથી કોઈ શખ્સો નોકિયા કંપની દ્વારાલગાવાયેલા રૂ.૧.૨૦ લાખની કિંમતના AZNA રિમોટ રેડિયો યુનિટની ચોરી કરી ગયાનો બનાય શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જેની પોલીસે ઊંડી તપાસ કરી ગણતરીના કલાકોમાં જયદીપ વલ્લભભાઈ બાવળિયા (ડ્રાઈવર), રાહુલ સુરેશભાઈ સતવાણી અને ધર્મેશ ધીરૂભાઈ મેવાશિયાને ઝડપી લીધા હતા.પોલીસની આગવી ઢબની પૂછપરછમાં ચોંકાવતો ખુલાસો થયો છે. રાજકોટ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચાલુ ટાવર પર ચડી, વાયરિંગ કાપીને ડિવાઈસ ચોરી લેતા હતા. આ ચોરોયેલા ડિવાઈસ કુરિયર મારફતે દિલ્હી ખાતે પોતાના મગતિઆઓને મોકલવામાં આવતા, જ્યાંથી એક્સપર્ટ માણસો દ્વારા તેને વિદેશમાં સ્મગલ કરવામાં આવતા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.૧.૨૦ લાખની કિંમતના નોકિયા કંપનીના ૨ AZNA RRU ડિવાઈસ, રૂ. ૧૦ લાખની ટોયોટા રુમિયન કાર, ૩ મોબાઇલ ફોન, વાયર કાપવાના ઓજાર સહિત કુલ રૂ.૧.૧૧,૫૦, ૨૫૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.