Loading Please Wait !!!
શાપરમાં સાધુએ સાઢુભાઈને છત પરથી ફેંકી પતાવી દીધો

તે મારા પુત્રને અહીં કેમ રાખ્યો’ કહી મારમાર્યો, વચ્ચે છોડાવવા પડેલી સાળીને પણ ફટકારી માથું ફોડી નાખ્યું: પોલીસે આરોપીની કરી ધરપકડ

સિટી ન્યૂઝ@રાજકોટ

શાપરમાં સાધુને માર મારી છત પરથી ફેંકી હત્યા કરી દીધાનો બનાવ સામે આવતાં ચકચાર મચી છે. તે મારા પુત્રને અહીં કેમ રાખેલ છે કહી સાધુએ ૪૦ વર્ષીય યુવાનને બેફામ માર મારી કારખાનાની છત પરથી નીચે ફેંકી દેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો, જયારે સાળીને પણ માર મારી પછાડી દઈ માથું ફોડી નાખ્યું હતું. જે બાદ ઘાયલદંપતીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કારસત બિગડે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે શાપર પોલીસે આરોપીને સકંજામાં લઈ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ આદરી છે. બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના વતની અને હાલ શાપરમાં ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં રંગાણી કારખાના સામે અન્ય કારખાનાની ઓરડીમાં રહેતી સંકુબેન બ્રિજવિहारीસિંગ ધૂપનારાયણસિંગએ આરોપી તરીકે અમરેન્દ્રસિંગ મહેન્દ્રસિંગનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ જનકભાઈઇ પુદાના કારખાનામાં કામ કરે છે, જયારે પતિ શ્રીરામ

ડેબફિશાન કારખાનામાં મજૂરીકામ કરે છે. તેઓને સંતાનમાં બે દિકરા છે. ગઈકાલે રાત્રીના આશરે સાડા દસ વાગ્યે તેથી તેના પતિ બ્રિજવિहारीસિંગ (ઉ.વ.૪૦) તથા બાળકો સાથે ઓરડી છે હતા દરમ્યાન બહેન શીતલનો દિકરો હિતેશસિંગ ઓરડીએ આવી કહેલ કે, મારા પિતા અમરેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ પીછાયેલ છે.દરમ્યાન તેની પાછળ અમરેન્દ્રસિંગ ઓરડીએ આવેલ અને મારા છોકરાને અહીં કેમ રાખેલ છે તેમ કહી દંપતી સાથે બોલાચાલી તથા ઝઘડો કરવા લાગેલ હતો. જેથી પતિ બ્રિજવિहारीસિંગ ઝઘડો કરવાની ના પાડા અમરેન્દ્રસિંગ ખુબ જ ઉશ્કેરાઈ ગયેલ અને પતિને ઢીકાપાટુંનો

માર મારવા લાગેલ હતો. તેણી છોડાવવા વચ્ચે પડેલ તો અમરેન્દ્રસિંહે તેને પણ જોરથી ધક્કો મારી ત્યા ધાબા પર પછાડી દિધેલ હતી,દરમ્યાન તેણીના પતિને આરોપી મારતો મારતો છતની દિવાલ પાસે લઈ ગયેલ અને છત પરથી નીચે જમીન પર ફેંકી દિધેલ હતો. જે બાદ અમરેન્દ્રસિંગ નાસી ગયેલ હતો. બનાવને પગલે પરિણીતા અને બાળકોએ રાડાડા કરી સ્થાનીકો એકત્રિત થઈ ગયેલ હતા, જે બાદ પતિને નીચે જઈને જોતા તેના માથા અને કપાળના ભાગેથી લોહી નીકળતું હતું અને તે બેભાન હતો. જયારે પરિણીતાને પણ માથામાંથી લોહી નીકળતું હોય પતિના મિત્ર હંસરાજ પ્રસાદ બંનેને સારવાર અર્થે

શાપર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યા તબીબે તપાશી પરિણીતાના પતિને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી બાજુ ઘટનાની જાણ થતાં શાપર પોલીસની ટીમે હોસ્પિટલ ખાતે દોડી જઈ પરિણીતાની ફરિયાદ પરથી અમરેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. દરમ્યાન આજે સવારે બ્રિજવિहारीસિંગને સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી શાપર પોલીસે આરોપીને સકંજામાં લઈ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ આદરી છે.