Loading Please Wait !!!
રાજકોટમાં કાલે સવારે 5થી બપોરના બે વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ

  • સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયારઃ પોલીસ વાહનોને લાઈફ જેકેટ, દોરડા, રેસ્ક્યૂના સાધનોથી સજ્જ કરાયા
  • મહાપાલિકાનું તંત્ર તૈયાર, તમામ રજાઓ રદ

રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી નોડલ તરીકે નિષુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ લાયઝન અધિકારીઓને શુક્રવારે સવારે સોંપેલા તાલુકા મથકે પહોંચી મામલતદાર, ટીડીઓ, પોલીસ તંત્ર અને સ્થાનિક વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી ડિઝાસ્ટર સંબંધિત તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં, જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ-કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને મોબાઈલ, સંપર્ક માધ્યમો સતત ચાલુ રાખવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લામાં શાળા-આંગણવાડીની રજા અંગે ૩૧મી જુલાઈએ સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે.

  • SP વિજયસિંહ ગુર્જરે કહ્યું
  • વરસાદી આગાહી: જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓનું ફિલ્ડમાં પેટ્રોલિંગ ચાલુ રહેશે
  • અસરગ્રસ્તો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા: SP

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવેલ કે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કલેક્ટર દ્વારા તાલુકા વાઈસ ડેપ્યુટી કલેક્ટરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.આજે ડેપ્યુટી કલેક્ટર સાથે પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, આર એન બી, આર ટી ઓ, ડ્રગ્ઝર્ટઈક ના અધિકારીઓની ડેપ્યુટી કલેક્ટર સાથે સમગ્ર જિલ્લાની સંકલન બેઠક મળી હતી.એક બીજા અધિકારીઓ સાથે પોતાની પાસે રહેલા સંસાધનો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. તમામ વિભાગના અધિકારીઓ દ્વારા ગામ વાઈસ ટ્રેક્ટર, જેસીબી, ક્રেন સાહિતના સાધનોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું.પોલીસ વિભાગ તરફથી તમામ માર્ગો પર ૨૪ કલાક બંદೋબસ્ત કરવામાં આવ્યો છે જેથી ભારે વરસાદમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ શકે.નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પણ બંદೋબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ માઈક દ્વારા વરસાદને લઈને લોકોને અપીલ કરવામાં આવી છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. મદદ માટે ૧૧૨ પર કોલ કરવા જણાવ્યું હતું. ભરીગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સતત અમારો સંપર્ક છે તેમજ ઘર વિહોણા લોકોને સાચવવા માટેની વ્યવસ્થાઓ વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.