Loading Please Wait !!!
રાજકોટમાં ડુપ્લિકેટ દારૂની ‘સ્કોચ’ વેંચાઈ, પ્યાસીઓ ગટગટાવી પણ ગયાં

ભંગારની બોટલમાં ‘બ્રાન્ડેડ’ દારૂ વેંચાણનો પર્દાફાશ

PCBએ ભગવતીપરામાં દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરી

 

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના ભગવતીપરા વિનોબા ભાવે ટાઉનશીપ બ્લોક નં બી/૧૬ના પાર્કિંગમાંથી સસ્તા ઈંગ્લીશ દારૂમાંથી મોંઘી દારૂની બોટલો ભરી વેચાણ કરતા શખ્સને પીસીબીએ દબોચી બે દારૂની બોટલો તથા હિટ ગન, રેડીયમ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. શહેરમાં દારૂ-જુગારના દુષણને ડામવાની સુચના અન્વયે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે ભગવતીપરા વિનોબા ભાવે ટાઉનશીપ બ્લોક નં બી/૧૬ના પાર્કિંગમાં એક શખ્સ સસ્તી દારૂની બોટલોમાંથી

મોંઘી બોટલોમાં દારૂ ભરી વેચાણ કરતો હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી હાજર શખ્સને પોતાનું નામધામ પૂછતા પોતે અનીષ અહમદ હિંગોરા હોવાનું જણાવેલ જેથી પોલીસે તેની પાસેથી બે દારૂની બોટલો, હિટ ગન, બોટલની ઉપર લગાવવાનું રેડીયમ સહિતની સામગ્રી કબજે લઈ ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછતાછમાં દારૂની મોંઘી ખાલી બોટલો ભંગારમાંથી લઈ સસ્તી દારૂ ભરતો બાદ તેની ઉપર લગાવવામાં આવતી રેડીયમ ઓનલાઈન મંગાવી હિટગન મારી વેચાણ કરતો હોવાનું જણાવા મળ્યું છે.

chivas, glenfieldની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચાણ કરતો

મોંઘી ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી કરી દારૂ ભરતો ઉપર લગાવવામાં આવતી રેડીયમ ઓનલાઈન મંગાવી હિટગન મારી વેચાણ કરતો હતો