રાજકોટ સિવિલ હોસ્પિટલની ‘સિસ્ટમ ફેલ’ 500 થેલેસેમિક બાળકો લોહી વિના તડપે છે..!
- કડવી હકિકત : કેમ્પોમાં ફોટા, હોસ્પિટલમાં ખાલી બોટલથી 500 બાળકો બ્લડ વગર જોખમમાં
- ડેસ્પરાલ ઈન્જેકશન, કેલ્ફર દવાની અછત બ્લડ ચઢાવવાનું મશીન બંધ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ૫૦૦ જેટલા થેલેસેમીયા પીડિત બાળકો બ્લડ ન મળવાની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે બડા બજરંગ ફાઉન્ડેશનના નેજા હેઠળ થેલેસેમીયા મેજર બાળકો અને યુવાનોએ કલેક્ટર કચેરીમાં “સિવિલ હોસ્પિટલ તંત્ર જાગો, થેલેસેમિક બાળકોની મદદ કરો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે થેલેસેમીયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ તો યોજાય છે પરંતુ અમ્બબ્લડ આપવામાં આવતું નથી. બ્લડ ચઢાવવા માટેનું મશીન કામ ન કરતું હોવાથી બાળકોને ગંભીર સાઈડ ઈફેક્ટ આવે છે
અને ડેસ્પરાલ ઈન્જેકશન તેમજ કેલ્ફર દવા લાંબા સમયથી ઉપલબ્ધ નથી. સિવિલ હોસ્પિટલમાં થીમસેમીયા દર્દીઓના નામે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને તેમાં ૩૦૦ થી ૪૦૦ બોટલ આવે છે પરંતુ થેલેસેમીયા પીડિત બાળકોને એક પણ બોટલ મળતી નથી. બ્લડ ડોનેટ કરી છે તો જ થેલેસેમીયા પીડિત બાળકોને મળે છે. ઉપરાંત
બ્લડ ચઢાવવા માટેનું LR મશીન પણ વર્ક કરતું નથી. જેને લીધે થેલેસેમીયા પીડિત બાળકોને માથું દુખવા અને કળતર જેવી સાઈડ ઈફેક્ટ થાય છે. ઉપરાંત ડેસ્પરાલ ઈન્જેકશન ૩ થી ૬ વર્ષથી મળી રહ્યા નથી. જ્યારે કેલ્ફર દવા પણ મળી રહી નથી. જેના માટે જ અમે રજૂઆત કરવા આવ્યા છીએ.
સિવિલ થેલેસેમિયા એસોસિએશનના બાળકો, થેલેસેમિયા મેજર બાળકો તેમના પરિવાર અને બડા બજરંગ ફાઉન્ડેશન કલેક્ટરને દુખભરી રજૂઆત કરવા આવ્યા છીએ. રાજકોટમાં સૌરાષ્ટ્ર આખાના ગણીએ તો ૭૫૦ બાળકો છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં આશરે ૫૦૦ જેટલા થેલેસેમિયા મેજર બાળકો ટ્રીટમેન્ટ મેળવે છે. હવે આ બાળકોને ઘણા સમયથી કેલ્ફર દવા મળતી નથી. જે બ્લડ સાથે સાથે વધારાનું ઓગળવા માટે લોહિયામાં જમા થયું હતું એને ઓગળવા માટેની દવા છે. જે કેલ્ફર દવા મહિનાઓથી બાળકોને નથી મળી અને તેથી બાળકોની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. આ ફેરીટીન ઓગાળવા માટેના જે ઈન્જેકશન આવે ડેસફેરાલ એ ઈન્જેકશન તો લગભગ છેલ્લા બે વર્ષથી સિવિલમાં આવ્યા જ નથી.