મહાપાલિકામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના પૂર્વા હોવા છતાં 120 સફાઈ કામદારોને નોકરી માટે કમિટિએ ભલામણ કરી !
- ‘સેટિંગ’નો ખેલ; નરી આંખે દેખાતું કૌભાંડમાં મ્યુનિ. કમિશનર ચૂપ કેમ ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા સાથે જોડાયેલા કરોડો રૂપિયાના બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં ચોંકાવનારા વળાંક આવ્યો છે. આજે ૧૨૦ સફાઈ કર્મચારીઓને રહેમરાહે ફરી નોકરી માટે મંજૂરી આપવા માટે નિમાયેલી કમિટીએ ભલામણ કરી અને કમિશનરને મોકલી આપેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કર્મચારીઓના પરિવારમાંથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં રિપોર્ટિંગ દરમિયાન થયેલી છેડછાડ અંગે પુરાવા સાથે મહાપાલિકાને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી. તેમ છતાં, પૂરતા પુરાવા હોવા છતાં મ્યુનિસિપલ કમિશતરે તમામને મંજૂરી આપી દીધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ મામલે વધુમાં એવો પણ દાવો કરવામાં
આવી રહ્યો છે કે ગત ટર્મ દરમિયાન શાસકોના દબાણ હેઠળ અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલ સાથે મળીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં રાજકીય સંડોવણી હોવાની ચર્ચા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડને દબાવવા માટે પણ પ્રયત્નો થયા હોવાની ચર્ચા જોર પકડે છે.
આ સમય મામલે સૌથી મોટો સવાલ એ છે કે, ખુલ્લી આંખે દેખાતા કૌભાંડ હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર શા માટે મૌન છે? સિવિલ હોસ્પિટલ દ્વારા લેખિતમાં પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં પણ RMC દ્વારા મંજૂરી આપવામાં આવતાં
શંકાઓ વધુ ગાઢ બની રહી છે.
મહાપાલિકામાં વર્ષોથી સફાઈ કામદારોની ભરતીમાં ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે આ કૌભાંડ વધુ ગંભીર બન્યું છે. શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે જંગલેશ્વર કાંડની જેમ આ મામલે પણ દબાણવર્ષા થાઈ રહ્યો છે.
- હવે કમિશનર શું કરે છે તેના ઉપર સૌની મિટ
- સરકારી હોસ્પિટલે RMC સોલિડ વેસ્ટ શાખાને લેખિતમાં પત્ર આપી કહ્યું હતું સર્ટિફિકેટમાં ગેરરીતિ થઈ છે