Loading Please Wait !!!
પ્રતિબંધિત વસ્તુઓ છુપાવવાનો નવો ટ્રેન્ડ! પ્રાઈવેટ પાર્ટમાંથી સોનુ નીકળ્યું

=>એરપોર્ટમાં એક્સ-રેમાં ભેદ ખૂલ્યો 

=>મુંબઈ એરપોર્ટ સ્મગલિંગની નવી ટ્રીક

સિટી ન્યૂઝ@મુંબઈ

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ એક શખ્સને સોનાની દાણચોરી કરતાં ઝડપ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ આરોપી એરપોર્ટનો કર્મચારી હતો. તે એરપોર્ટની એક ફૂડ સ્ટોરમાં કામ કરતો હતો. તેની પાસેથી ૧.૭૭ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર કામ કરતા ૨૪ વર્ષના એક યુવકની એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ ગોલ્ડ સ્મગલિંગના સિન્ડિકેટનો ભાગ હોવાના આરોપસર ધરપકડ કરી છે.

આ આરોપીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં સંતાડ્યું હતું. નાની નાની કેપ્સ્યુલમાં ગોલ્ડ ડસ્ટ છુપાવવામાં આવી હતી. આ ભાઈએ એક ટ્રાન્ઝિટ પેસેન્જર પાસેથી આ ગોલ્ડ મેળવ્યું હતું. સોમવારે કસ્ટમ્સે એરપોર્ટ પરથી અન્ય એક કોન્ટ્રાક્ટ કામદારની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ વી. પી. ચેડેકર તરીકે થઈ છે અને તે સાંગલીનો રહેવાસી છે. કસ્ટમ્સ પાસેથી મળતા રિપોર્ટ્સ અનુસાર સોમવારે રાત્રે આરોપી ચેડેકરને સી. એસ. એમ. આઈ. એરપોર્ટ, ટર્મિનલ ૨ના P-૧૦ પર પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ અને તપાસ કરવામાં આવી તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી ગોલ્ડ ડસ્ટની ત્રણ કેપ્સ્યુલ હોવાની કબૂલાત કરી હતી. જે તેને શૌચાલયમાં એક મુસાફર પાસેથી મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રોટોકોલને અનુસરીને આરોપીનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો અને તેમાં દેખાઈ આવ્યું હતું કે તેણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગોલ્ડ ડસ્ટના કેપ્સ્યુલ્સ સંતાડ્યા છે.

આ આરોપી પાસેથી કુલ ૧,૨૧૦ ગ્રામ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત ૧.૭૭ કરોડ રૂપિયા થાય છે. ગઈકાલે ચેડેકરના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે. જેમાં તેણે તેનો ગુનો કબૂલ્યો હતો. આરોપીએ એમ પણ કહ્યું હતું કે ગોલ્ડ પેસ્ટ અથવા ડસ્ટ તેની પોતાની નથી અને તેણે કોઈના કહેવા લીધી હતી.

=> જેલમાં જતા પહેલા મહિલા કેદીએ પ્રાઈવેટ પાર્ટમાં દારૂની બોટલ સંતાડી

જેલોમાં બહારનો સામાન અંદર લાવવા માટે ખોટા રસ્તાઓનો ઉપયોગ થવાનું સામાન્ય છે, પરંતુ અમેરિકાના મિશિગનમાં મોનિકા મેગધિયાની નામની ૪૮ વર્ષની મહિલાએ જે કારસ્તાન કર્યું એ અચરજ પમાડનારું છે. મોનિકાને એક ફાર્મસીમાંથી દારૂ ચોરી કરીને ભાગી જવાના આરોપમાં પકડવામાં આવી હતી. દુકાનમાંથી એક વાર દારૂની બોટલ ચોરીને બાથરૂમમાં જઈને તે ગટગટાવી ગઈ હતી. એને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે એ હદે તેની હાલત ખરાબ થઈ ગયેલી. જોકે એ પછી તેને હોસ્પિટલમાંથી જ પકડી લેવામાં આવી. જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવી ત્યારે તે બેસવામાં અને ચાલવામાં બહુ અસહજ હતી. તે જેલમાં પહોંચી ત્યારે જેલરની નજરમાં આ બદલાવ આવ્યો અને તેણે તરત જ મહિલા ગાર્ડ પાસે એની તલાશી લેવડાવી તો ખબર પડી કે બહેન ના પ્રાઇવેટ પાર્ટમાં એક દારૂની બોટલ ભરાવી દીધેલી છે. જ્યારે આ વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ બોટલ તે જાણીજોઈને લાવી હતી જેથી જેલની અંદર પણ તેની દારૂની તલપ શાંત થઈ શકે.