Loading Please Wait !!!
પોક્સનો આરોપી પારસ બેડીયા મોટો કૌભાંડી છે: મુકેશ પરમાર

  • પારસની આખી ગેંગને વાલ્મીકી સમાજની નાત બહાર કરેલ છે
  • બેડીયા સફાઈ કામદારોના પ્રશ્નો ટલ્લે ચઢાવવાની કોશીષ કરે છે: મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ

પારસ ભરત બેડીયા તથા તેની સાથેની ટોળકી સફાઈ કામદારોના નામે બોગસ યુનિયન ચલાવી અવાર-નવાર સફાઈ કામદારોના પ્રશ્નો ટલ્લે ચઢાવવાની કોશીષ કરે છે. જેના વિરૂધ્ધ આ સાથે અમે આપેલા આધાર-પુરાવાના આધારે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાલ્મીકી સમાજના પ્રમુખ મુકેશ પરમારે જણાવ્યું હતું કે, જે સફાઈ કામદાર યુનિયનના નામે તે દબાણવવાની કોશીષ કરે છે તે રાજકોટ કામદાર યુનિયન રજી. નં. જી.આર. ૮૧, ૨૦૧૮ માં યુનિયનના નિયમ મુજબના કાયમી કામદારો જોડાયેલા નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં કામદાર ન હોય તેવા બહારના લોકો જોડાયેલ છે અને મોટા ભાગના કામદારોની બોગસ સહી તેમની જાણ બહાર કરેલ છે અને તેની નોંધણીમાં જ મોટી ગોલમાલ કરી નોંધણી કરાવેલ છે તેની તપાસ કરાવી તેની યુનિયનની માન્યતા રદ કરી સફાઈ કામદાર વિરૂધ્ધની દોષીપણુ રજૂઆતો ધ્યાન પર લેવા અપિલ છે. પારસ બેડીયા એ સમાજની ૧૨ વર્ષની બાળા પર દુષ્કૃત્ય કરેલ જેના વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયેલ છે.તેની તથા તેની ટોળકીની આવી સમાજ વિરોધી તથા સફાઈ કામદાર વિરોધી પ્રવૃતિના કારણે આજથી ૩ વર્ષ પહેલા શારદા બાગ ખાતે વાલ્મીકી સમાજના અઢી થી ત્રણ હજાર જેટલા વાલ્મીકી સમાજના લોકો આગેવાનો તથા સમાજના પંચ પટેલો દ્વારા પારસ બેડીયા, ચેતન ચુડાસમા, ચંદેશ્વર સાનીયા સહતિના તેની ટોળકીના

લોકોને વાલ્મીકી સમાજની નાત બહાર કરી તેની સાથેના તમામ સામાજિક સંબંધો બંધ કરી તેને સમાજના સામા-માધા પ્રસંગોમાં બોલાવવા કે દીકરા-દીકરીના લગ્ન સંબંધો તેના પરિવાર સાથે કરવા પર પણ સૌએ સ્વેચ્છિક પ્રતિબંધ લગાવી નાત બહાર કરેલ.કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા છેલ્લા ચાર વર્ષથી સફાઈ કામદારો તથા હજારો દલિત સમાજના લોકો પાસેથી ૪-૪ હજાર રૂપિયા ઉધરાવી અમો તમારી સફાઈ કામદારમાં ભરતી કરાવી દેશું તેવી લાલચ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ છે અને હજુ પણ આવી જ રીતે ઉઠાચાલું ચાલુ છે અને આ લોકો એ જેમાથો ફોર્મ ભરેલ નથી કે ભરતી પ્રક્રિયામાં ભાગ પણ લીધેલ નથી તેવા લોકોને સફાઈ કામદાસમાં ભરતી કરાવવા ખોટા ખોટા આક્ષેપો કરી અધિકારીઓ તથા સમાજના આગેવાનોને દબાવવા માટેના પ્રયત્નો કરે છે.રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ વોર્ડ તથા અન્ય સરકારી કચેરીઓમાં જઈને યુનિયન નામે ધાક-ધમકીઓ આપી વોર્ડના એ સુપરવાઈઝરી સ્ટાફ કે સરકારી કચેરીઓના સ્ટાફ ના વિડીયો ઉતારી તેને તથા કોન્ટ્રાક્ટરોને પહેલા સોશિયલ મીડીયામાં બદનામ કરે છે ત્યારબાદ મસ-મોટી રકમ નો તોડ કરી સમાધાન કરે છે. અગૈરા નામના કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખની રકમ માંગેલ જે દેવા આવેલ તેના માનસને વિડીયો ઉતારી સોશિયલ મીડીયામાં બદનામ કરેલ અને પોલીસ કે લાંચ રૂયાતમાં ફરિયાદ કરવાને બદલે પચ્ચીસ લાખ રૂપિયા જેવી જંગી રકમ લઈ સમગ્ર પ્રકરણ સંકેલી લીધીલ.