Loading Please Wait !!!
POKમાં હિંસા ભડકી; 11નાં મોત

  • ચૂંટણી પહેલા અનામત સીટ રદ્દ કરવાની માંગ

સિટી ન્યૂઝ@મુઝફ્ફરાબાદ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર આ હિંસા જોઈન્ટ અવામી એક્શન કમિટી અને પ્રાદેશિક સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન થઈ હતી.

રિપોર્ટ અનુસાર મૃતકોમાં ૭ નાગરિકો અને ૪ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. જ્યારે ૨૩ સુરક્ષાકર્મીઓ અને લગભગ ૫૦ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. પોલીસે અત્યાર સુધીમાં ૩૦ લોકોની ધરપકડ કરી છે.

PoK માં JAAC અને સરકાર વચ્ચે વિધાનસભાની ૧૨ અનામત બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ બેઠકો તે શરણાર્થીઓ માટે અનામત છે જેઓ જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાનના અન્ય ભાગોમાં જઈને વસ્યા હતા. JAAC આ બેઠકોને સમાપ્ત કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યું છે. રવિવારે JAAC ના કાર્યકરો સંગઠનના એક સભ્યના મૃત્યુના વિરોધમાં હોસ્પિટલ બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. સભ્યનું મૃત્યુ કથિત રીતે પોલીસ ફાયરિંગમાં થયું હતું. પોલીસ જ્યારે પ્રદર્શનકારીઓને હટાવવા પહોંચી, ત્યારે અથડામણ શરૂ થઈ ગઈ અને હિંસા ફેલાઈ ગઈ.

રાવલકોટના કમિશનર સરદાર વહીદ જાન દ્વારા રોયટર્સને જણાવ્યું કે પ્રદર્શનકારીઓના ગોળીબારમાં ચાર પોલીસકર્મીઓ અને એક રાહદારીનું મૃત્યુ થયું. તેમણે દાવો કર્યો કે તેના જવાબમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં છ પ્રદર્શનકારીઓ માર્યા ગયા.