Loading Please Wait !!!
NEETના વિદ્યાર્થીઓની ચીસ; આપઘાત થાય તો જવાબદાર કોણ ?

  • સરકાર ઉપરનો વિશ્વાસ તૂટ્યો : રાજકોટમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં ઉગ્ર રોષ
  • ફરી પેપર નહીં ફૂટે તેની ગેરંટી કોણ આપશે: સુપ્રીમ સુધી લડતના એંધાણ

સિટી ન્યૂઝ@ગાંધીનગર : ૩ મેના UG-NEETની લેવાયેલી પરીક્ષાનું પેપર રાજસ્થાનથી લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરતા જ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 'NO Re-NEET' ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે Re-NEETના નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે. આ સાથે ફરી વખત NEET પરીક્ષા ન લેવાની માંગ કરી હતી.

જ્યારે વાલીઓએ NTA સામે સવાલો ઉઠાવતા અમુક ખરાબ તત્વોના કારણે NEET પરીક્ષા રદ કરવી તેને જઘન્ય કૃત્ય ગણાવ્યું હતું. આ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી હતી. NEETની પરીક્ષા ફરીથી લેવાના વિરોધમાં વિદ્યાર્થીની યશી મેહતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ૨૪ લાખ વિદ્યાર્થીઓના હૃદય ઉપર આટલો બોજ NTA ગૃહી શકે નહીં. જો આવું જ હોય તો NTA દ્વારા પહેલાથી જ કહી દેવું જોઈએ કે NEETની પરીક્ષા બે કે ત્રણ વખત લેવામાં આવશે. JEE જેવું કરી નાખો કે બેસ્ટ ઓફ થી ગણવામાં આવશે.

થોડાક માણસોના કારણે અમને શા માટે હેરાન-પરેશાન કરવામાં આવે છે? અમારા પર મેન્ટલ સ્ટ્રેસ કેટલો બધો હોય છે. ભારત સરકારે સમજવું જોઈએ કે, ૨૪ લાખ વિદ્યાર્થીઓની જિંદગીનો સવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ સુસાઈડ કરે છે. તેની શું ગેરંટી છે કે પરીક્ષા ફરી લેવાશે અને પેપર નહીં ફૂટે. અમે ફરીથી ૩ કલાક સ્ટેબલી અને મેન્ટલી પરીક્ષા આપી શકીશું તેની શું ગેરંટી છે.

અમે અહીં વર્ષની મહેનત બાદ હવે તમે એમ કહો છો કે એક મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે તો કઈ રીતે પોશીબલ છે? આ વખતનું પેપર એવરેજ હતું અને વિદ્યાર્થીઓને માર્ક્સ પણ સારા આવ્યા હતા. જેથી અમે Re-NEETના વિરોધમાં છીએ. વાલી હેમલ મેહતાએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય સમગ્ર દેશ માટે અત્યંત દુ:ખદ અને આઘાતજનક છે.

  • ખાન સરનો આરોપ : પેપર લીક સામે સિસ્ટમ ફેલ
  • રૂ.10નું ડાયપર સુરક્ષિત,પેપર નહીં

NEET પેપર લીક મામલે ખાન સરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ લાખો બાળકોના જીવન સાથે રમત થઈ રહી છે. તેમનો આત્મવિશ્વાસ તોડવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સૌથી દુર્ભાગ્યની વાત એ છે કે ૨૦૨૪માં પણ આવી જ ઘટના બની હતી. એ વખતે પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.

તેમણે કહ્યું કે "સૌથી હાસ્યાસ્પદ વાત તો એ છે કે આ માહિતી કોઈ સરકારી એજન્સીએ નથી આપી, આતો વિદ્યાર્થીઓએ જાતે જ સરકારને જણાવ્યું પડ્યું છે કે અમારું પેપર લીક થયું છે. ખરેખરમાં તો સરકારની એજન્સીઓને તો આ ખબર હોવી જોઈતી હતી." તેમણે કહ્યું, "જે એજન્સીને પરીક્ષા લેવડાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, સમજાતું નથી કે તે પરીક્ષા લેવા માટે છે કે પેપર લીક કરવા માટે? NTAનું નામ "National Testing Agency" નહીં પણ "Never Trustable Agency" હોવું જોઈએ." તેમણે ઉમેર્યું કે દસ રૂપિયામાં મળતા બાળકોના ડાયપર પણ લીક થતા નથી, પણ આમના પેપર લીક થઈ જાય છે. ખાન સરે આગળ કહ્યું કે, "આ લોકોની સિસ્ટમ આટલી ખરાબ છે અને તપાસ પણ કોને સોંપી CBIને... CBI ક્યારે અને કયા પરિણામ પર પહોંચશે તે કહી શકાય નહીં. જો આ કેસ CBIને ગયો તો બાળકોનું MBBS પૂરું થશે, ત્યાં સુધી તેમની તપાસ ચાલતી જ રહેશે." તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત જજને આ મામલાના ઓબ્ઝર્વર બનાવવા જોઈએ અને નક્કી સમયમર્યાદામાં જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ. જો સજા નહીં મળે તો આજે રાજસ્થાન અને કેરળના નામ આવી રહ્યા છે, કાલે બીજા નામ પણ આવશે.