Loading Please Wait !!!
મુસ્લિમોના મત નથી લીધા : સોમાણી તમે જ છો `મત'ની ભીખ માંગી રહ્યા છો

  • શબ્દો એક હકીકત બીજી : ભાજપના ધારાસભ્ય જુઠ્ઠા !
  • જીતુ સોમાણીના દેખાડવાના અને ચાવવાના દાંત જૂદા-જૂદા

સિટી ન્યૂઝ@રાજકોટ : વાંકાનેર સ્થાનિક સ્થળની ચૂંટણીનાં પરિણામો બાદ હવે પદાધિકારીઓની વરણી કરવા માટેની ગતિવિધિ ચાલી રહી છે તેવા સમયે ચૂંટણી પહેલા બનેલો એક વાંકાનેરના ધારાસભ્યનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વાંકાનેરના ધારાસભ્ય શહેરમાં આવેલ માર્કેટ ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠેલા હોય તેવું જોવા મળે છે અને ત્યાં એક વ્યકિત તેઓની પાસે આવે છે અને તે દલડી ગામનો રહેવાસી છે અને તેને ૫૦ વીઘા જમીન છે અને ધારાસભ્યએ પાણી છોડાવ્યું જેથી તેઓને સાથે  છે તેવી વાત કરીને ભાજપને મત આપવાની વાત કરતો હોય છે જોકે, સામા પક્ષેથી ધારાસભ્ય જીતુ સોમાણીએ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસને મત આપવાનું તે વ્યકિતને કહેતા હોય તેવું સાંભળવા અને જોવા મળી રહ્યું છે જેથી કરીને આ વાઇરલ વિડીયોના કારણે મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દરમિયાન વાયરલ થયેલ વિડીયો બાબતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે વિડીયો બનાવનાર વ્યકિત પ્યોર કોંગ્રેસી વ્યકિત છે અને ભાજપને મત આપવાની ટીખળ કરવા માટે તે મારી પાસે આવ્યો હતો ત્યારે તેણે આ વિડીયો બનાવ્યો છે જેથી મેં પણ તેની ટીખળ કરતા કોંગ્રેસને જ મત આપવા માટે તેને કહ્યું હતું.

જો કે, હાલમાં આ વિડિયોને જાણી જોઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ભાજપ તથા મને નુકસાન કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આ સમગ્ર ઘટનાના મૂળ સુધી તપાસ કરાવીને આ વિડિઓ બનાવવા અને વાયરલ કરવામાં જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે  લીગલ એકશન લેવાનો છો તેના માટેની મારી તૈયારી ચાલી રહી છે.

વધુમાં ધારાસભ્યનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, મેં પણ તેની ટીખળ કરી હતી અને કોંગ્રેસને જ મત આપવા માટેનું કહ્યું હતું. અને મેં કયારેય વિધર્મીઓના મત લીધા નથી, મારે વિધર્મીઓના મત જોતા નથી અને આ વિડીયો જાણી જોઈને બનાવીને વાયરલ કરવામાં આવ્યો હોવાથી તેના મૂળ સુધી જઈને મને તેમજ ભાજપને નુકસાન કરનારાઓની સામે આગામી સમયમાં હત્પં લીગલી એકશન લઈશ તેવુ ધારાસભ્યએ જણાવ્યું છે.