કૌશિક સરવૈયા ઉપયોગ કરતા સરકારી વાહનના RC, PUC અને ઇન્સ્યુરન્સ મુદે ગંભીર સવાલો; કાયદાના સમાન અમલ અંગે ચર્ચા વધુ તેજ બની
મનપાના ફૂડ સેફટી ઓફિસરની સરકારી ગાડીના દસ્તાવેજો એક્સપાયર?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ફૂડ સેફ્ટી ઓફિસર કૌશિક સરવૈયા ઉપયોગ કરતા સરકારી વાહનના RC, PUC અને ઇન્સ્યુરન્સની મુદત પૂર્વી થઈ ગઈ હોવાનો દાવો સામે આવ્યો છે. આ દાવા બાદ સરકારી વાહન વ્યવસ્થાપન, નિયમોના અમલ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મળતી વિગતો મુજબ, મોટર વ્હીકલ એક્ટ હેઠળ જાહેર માર્ગ પર કોઈપણ વાહન ચલાવવા માટે RC, PUC અને માન્ય ઇન્સ્યુરન્સ ફરજિયાત ગણાય છે. તેમ છતાં સંબંધિત સરકારી વાહન લાંબા સમયથી સમાપ્ત થયેલા દસ્તાવેજો સાથે ઉપયોગમાં લેવાઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે તંત્રની દેખરેખ અને નિયમિત ચકાસણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ નિયમભંગના કિસ્સામાં વેપારીઓ, લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સ સામે દંડાત્મક કાર્યવાહી, નોટિસ અને સીલિંગ સુધીના કદક પગલાં લેતો રહે છે. ત્યારે કાયદાનું પાલન કરાવતી જ વ્યવસ્થામાં કાર્યરત અધિકારીના ઉપયોગમાં રહેલા વાહન અંગે ઉઠેલા આક્ષેપોને લઈને સમાન ધોરણે કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા વધુ ઉથી બની છે.નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સામાન્ય વેપારીઓ માટે નિયમો કડક રીતે લાગુ કરવામાં આવે છે, તો સરકારી અધિકારીઓ માટે પણ તે જ ધોરણો લાગુ પડશે નહીં. કાયદાના સમાન અમલની વાતો વચ્ચે આ પ્રકારના મામલાઓ તંત્રની વિશ્વસનીયતા પર પણ અસર કરે છે તેવી ચર્ચા ચાલી રહી છે. આ મામલે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ
દ્વારા વાહનના દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. હાલ સુધી આ મુદ્દે સંબંધિત અધિકારી અથવા મહાનગરપાલિકા તરફથી કોઈ રત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ ઘટનાને પગલે વેપારી વર્ગ તેમજ જાગૃત નાગરિકોમાં કાયદાના સમાન અમલ, જવાબદારી અને પારદર્શિતા અંગે ચર્ચા વધુ તેજ બની છે.