Loading Please Wait !!!
જય હિન્દ મદ્રાસ કાફે સિલ

  • આરોગ્ય વિભાગના દરોડા : 41 પેઢીઓને ત્યાં તપાસ કરાઈ
  • 13 પેઢીને ગંદકી, લાયસન્સ અને અખાદ્ય જથ્થા અંગે નોટિસ ફટકારી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને લાયસન્સ સહિતના નિયમોના ભંગ સામે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કુલ ૪૧ પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન ૩૨ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો તેમજ ૧૨૦ લિટર એક્સપાયર્ડ કોલ્ડ્રિંક્સનો નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ, લાઈસન્સ અને હાઈજેનિક કન્ડિશન સહિતની ખામીઓ બદલ ૧૩ પેઢીને નોટિસ ફટકારી કુલ રૂ. ૨૪ હજારનો વહીવટી ચાર્જ વસૂલાતો હતો. FSS એક્ટ હેઠળ ૩ નમૂના લઈ તપાસ માટે ગોકુલગામમાં આવ્યા છે, જ્યારે ગંભીર ખામીઓ મળતાં એક પેઢીને સીલ કરવામાં આવી હતી.

કસ્તુરબા રોડ પર રજપૂત બોર્ડીંગ પાસે બિલખા પ્લાઝા સામે આવેલા જય હિન્દ મદ્રાસ કાફેની તપાસમાં વાસી અને અખાદ્ય ખોરાકનો સંગ્રહ જોવા મળ્યો હતો. ફ્રિજમાં ગંદકી ઉપરાંત ફિચનમાં દુર્ગંધયુક્ત વાતાવરણ વચ્ચે ખુલ્લા મસાલા અને તૈયાર ખોરાકનો જથ્થો સંગ્રહિત હોવાનું સામે આવ્યું હતું. આથી ફૂડ વિભાગે

  • » 32 કિલો અખાદ્ય જથ્થો, 120 લીટર કોલ્ડ્રિંક્સના જથ્થાનો નાશ કરાયો
  • લાઈસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપી પેઢીને સીલ કરી હતી.

જૂના માર્કેટ યાર્ડમાં RTO પાસે આવેલી શ્યામ એન્ડ કંપનીની તપાસ કરી લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. અહીંથી લુઝ લાલ મરચાં પાવડર, લુઝ ધાણાજીરું પાવડર અને શંખ મસાલા ટર્મરિક પાવડરના કુલ ૩ નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

મવડી બાયપાસ રોડ પર નૂતન સૌરાષ્ટ્ર આદિવાસી શેરી નંબર-૨માં આવેલી કીશા નમકીનની તપાસ દરમિયાન ૨૨ કિલો દાઢેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજેનિક કન્ડિશન અને લાયસન્સ અંગે નોટિસ ફટકારી રૂ. ૩ હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

૧૫૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ આવેલા સીતારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન અને લાયસન્સ અંગેની ખામીઓ સામે આવી હતી. અહીંથી ૧૨૦ લિટર એક્સપાયર્ડ જથ્થો તેમજ ૧૦ કિલો પદતર લોટોનો નાશ કરી રૂ. ૧ હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

  • 9 પેઢીઓ પાસેથી પણ વહીવટી ચાર્જ વસૂલાયો

ફૂડ વિભાગે બાલાજી છોલે ભઠુરેને લાયસન્સ અંગે નોટિસ આપી રૂ. ૧ હજાર, ઉમા પાન એન્ડ કોલ્ડ્રિંક્સને રૂ. ૫૦૦, રામ દિલસને રૂ. ૫૦૦, શ્રી સંત કૃપા ટી સ્ટોલને રૂ. ૫૦૦ અને ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેળને રૂ. ૨ હજારનો વહીવટી ચાર્જ ફટકાર્યો હતો. આ ઉપરાંત પટેલ પાન કોલ્ડ્રિંક્સ પાસેથી રૂ. ૫ હજાર, શ્રી મોમાઈ હોટેલ પાસેથી રૂ. ૫ હજાર, GJ-૫ ગોલા પાસેથી રૂ. ૫ હજાર તથા ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રિંક્સ પાસેથી રૂ. ૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

  • મવડીથી કસ્તુરબા રોડ સુધી ફૂડ વિભાગનું ચેકિંગ

આરોગ્ય વિભાગની ટીમોએ મવડી બાયપાસ, જ્યોતિનગર મેઇન રોડ, કસ્તુરબા રોડ, જૂના માર્કેટ યાર્ડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરી હતી. બાલાજી પંજાબી એન્ડ સાઉથ ઇન્ડિયન, શ્યામ ફૂડ-પિઝા હટ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના ટી સ્ટોલ, ઠાકુરધણી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રસ્તા રોક કોલ્ડ્રિંક્સ, વિહાન નમકીન, ક્ષિરિ એમ પાણીપુરી, ચામુંડા દાળ પદવાન, ખોડિયાર ડાઈનિંગ હોલ અને રામદેવ ધુદારા સહિતની પેઢીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યોતિનગર મેઇન રોડ વિસ્તારમાં GJ-૫ સેન્ડવિચ, શ્યામ દિલકસ, પટેલ ડાઈનિંગ હોલ, મોમાઈ ગાંઠિયા, એમ.ડી. સેન્ડવિચ, શિવ ડોસા અને રાજપાન એન્ડ કોલ્ડ્રિંક્સ સહિતની પેઢીઓ તપાસવામાં આવી હતી. જ્યારે કસ્તુરબા રોડ વિસ્તારમાં રસ્તા રોક પાન, દિલીપ પાન, જીતેન્દ્ર હોટેલ, પૂજા મદ્રાસ કાફે, સરગમ ફૂડ, ચામુંડા લસ્સી, સરગમ ફૂડ ઝોન અને રાજસ્થાની કુદફીવાળા સહિતની પેઢીઓમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી.