Loading Please Wait !!!
રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીની તૈયારી શરૂ કરતું વહીવટી તંત્ર

પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા આગામી કાર્યક્રમ માટે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી કાર્યકાળ માટે ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી (રાજકોટ શહેર પ્રાંત ૨) દ્વારા ચૂંટણી કાર્યક્રમની વિગતો આગામી સમયમાં જાહેર કરાશે.રાજકોટ વહીવટી તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, આગામી સમયમાં રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની પાંચ વર્ષ માટેની મુદત ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ હતી. જે બાદ સરકારના ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના જાહેરનામા મુજબ છ મહિના માટે ચૂંટણી

યોજવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારે રાજકોટ કલેક્ટર કચેરીના ૨૦ જુલાઈ ૨૦૨૬ના હુકમથી પ્રાંત અધિકારી રાજકોટ શહેર રને અઘ્યાશી અધિકારી તરીકે ચૂંટણી પ્રક્રિયા યોજવા માટે અધિકૃત કરવામાં આવેલા છે ત્યારે આગામી સમયમાં રા.લો. સંઘની ચૂંટણી માટે વહીવટી તંત્રેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીલક્ષી વિધિવત કાર્યક્રમ ચૂંટણી અધિકારી દ્વારા વિગતવાર જાહેર કરાશે. આ ચૂંટણીમાં કુલ ૧૧ મતદાર મંડળ માટે ૧૧ મતદારો છે. જેમાંની ૧૫ સક્ષ્યો ચૂંટવાના હોય છે. તેમજ વ્યક્તિગત સબાસદ સંઘના ૭ જે પૈકી ૧ પ્રતિનિધિ ચૂંટવાના હોય છે.