‘લાલો’ બેસ્ટ ફિલ્મ, યશ સોની રીવા રાછ બન્યા બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ
- દિવ્યભાસ્કર ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ 2026
- ગુજરાતી સિનેમામાં ‘લાલો’નું રાજ : 8 એવોર્ડ જીતી બધાને પાછળ છોડી દીધા
સીટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ ૨૦૨૬ આજે ૧૪ જૂને યોજાયો. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ એવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોના શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવ્યા.
એવોર્ડ શોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા છે. આકર્ષક રેડ કાર્પેટ બાદ મુખ્ય એવોર્ડ સેરેમની યોજાઈ. આ ફિલ્મ એવોર્ડ્સમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે થોમસ કૂક, એસોસીએટ પાર્ટનર તરીકે તિરુપતિ એડીબલ ઓઈલ્સ, લક્ઝરી મોલ પાર્ટનર તરીકે પેલેડિયમ અમદાવાદ, આઉટરીચ પાર્ટનર તરીકે જુગાડ મીડિયા, સહયોગમાં GMDC, સેલિબ્રિટી પાર્ટનર રેડ ચેરી, ડિજિટલ પાર્ટનર તરીકે દિવ્ય ભાસ્કર એપ અને રેડિયો પાર્ટનર તરીકે ૯૪.૩ MY FM જોડાયા છે.
| કેટેગરી | વ્યક્તિ | ફિલ્મ |
| બેસ્ટ કોસ્ટ્યૂમ | દેવાંગ પરમાર | ચણિયા ચોલી |
| બેસ્ટ એક્શન | મોહમ્મદ ઈરફાન ખાન | ચણિયા ચોલી |
| બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (ફીમેલ) | રીવા રાછ | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (મેલ) | યશ સોની | ચણિયા ચોલી |
| બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ (ફીમેલ) | નેત્રી ત્રિવેદી | ચણિયા ચોલી |
| બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ (મેલ) | અભિનય બેંકર | ભ્રમ |
| બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ | હેમિન ત્રિવેદી | કાઠી ને ? |
| બેસ્ટ કોરિયોગ્રાફી | ધનંજય પવાર | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ સિનેમેટોગ્રાફી | પ્રશાંત ગોહેલ | વશ લેવલ ૨ |
| બેસ્ટ ડાયલોગ | અભિષેક શાહ અને હેતુ શાહ | ઉંબરો |
| બેસ્ટ ડિરેક્ટર | પ્રીત | નાનખટાઈ |
| બેસ્ટ ફિલ્મ | મેનિફેસ્ટ ફિલ્મ્સ - અજય પદારીયા અને જય વ્યાસ | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર | સ્મિત જય | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ લિરિક્સ | પ્રેમ દવે | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) | ઐશ્વર્યા મજમુદાર | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ પ્લેબેક Sિંગર (મેલ) | કીર્તિદાન ગઢવી | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| બેસ્ટ પ્રોડ્યુસર | સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ | ઉંબરો |
| બેસ્ટ સ્ક્રીનપ્લે | પલ્લવ પરીખ | ભ્રમ |
| બેસ્ટ સ્ટોરી | અંકિત સાખિયા, કૃણાશ વાજા અને વિકી જોશી | લાલો - કૃષ્ણ સદા સહાયતે |
| લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ | શ્રી અરવિંદ વૈદ્ય | |
| સ્પેશિયલ રેકગ્નિશન ફોર વિઝ્યુઅલ ઇફેક્ટ | ચિન્મય નાયક (બેસ્ટ VFX એન્ડ CGI) | દશેરા |
| પ્રાઈડ ઓફ સિનેમા (આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ સિનેમા) | શરમન જોશી | |
| તનિષ્ક ઇન્સ્પાયરિંગ વુમન એવોર્ડ | પૂજા જોશી |