પ્લાસ્ટિકની નોટો લાવવા સરકાર તૈયાર : કાગળની નોટોને અલવિદા?
♣ 2012થી ફાઇલોમાં દટાયેલો નિર્ણય હવે અમલમાં આવી રહી છે પ્લાસ્ટિકની કરન્સી
♣ 5 શહેરોમાં પ્રથમ તબક્કામાં રૂા. 10ની 1 અબજ નોટો ચલણમાં મૂકાશે
♣ મોંઘી પડી રહી છે કાગળની નોટો, ટકાઉપણું ઓછું-ખર્ચ વધુ :
♣ પ્રિન્ટિંગ ખર્ચ વધી ગયો : ઝડપથી રદ્દી થાય છે નિકાસની મોટી સમસ્યા
સિટી ન્યૂઝ@મુંબઈ
મુંબઈ ગ્લોબલ વોર્મિંગની અસર ભારતીય ચલણી નોટો પર પણ પડી રહી છે તેમ કરીએ તો કદાચ રમુજ લાગશે પણ દેશમાં નવી તરતી મુકાયેલી ચલણી નોટોનું સેલ્ફ લાઈફ એટલે કે ચલણમાં રાખી શકાય તે થઈ રહ્યું છે ત્યારે ગરમી-પરસેવા વાતાવરણની અસરથી ચલણી નોટો ફાટવાનું રદ્દી થવાનું પ્રમાણ વધ્યું છે.
તો બીજી તરફ નોટો છાપવાનો ખર્ચ પણ વધ્યો છે તેની સરકાર હવે ફરી એક વખત પ્લાસ્ટિક-પોલીમરની ચલણી નોટો લાવવા વિચારણા કરી રહી છે. ચલણી નોટો લાંબી ચાલે. ઓછામાં ઓછી ફાટે-તૂટે કે ડાઘા વિહીન રહે તે માટે આ પ્રકારની નોટો ઉપયોગી બની શકે છે અને ટૂંક સમયમાં જે પ્રયોગ કરી સફળ રહે તો તબક્કાવાર આ પ્રકારે પ્લાસ્ટિક નોટો ચલણમાં આવી જશે.
ખાસ કરીને ચલણી નોટોના પ્રિન્ટિંગ વર્ષમાં મોટો લાભ થશે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં નોટોના પ્રિન્ટિંગ ખર્ચ રૂ.૬૩૭૨.૮ કરોડ નોંધાયો જે ૨૦૨૩-૨૪માં ૫૧૦૧.૪ કરોડ હતો. નોટોની પ્રિન્ટિંગ કિંમત વધતી જ જાય છે. સૂચના માટે ખાસ ડિઝાઈન ખર્ચ પણ વધી ગયો છે. જેની સામે પ્લાસ્ટિક કે પોલીમરની નોટો વધુ લાંબી ચાલશે.
રિઝર્વ બેન્કને જૂની-ફાટેલી નોટોનો સાચવવાનો અને નિકાસ કરવાનો ખર્ચ પણ વધી ગયો છે. ૨૦૨૪-૨૫માં રિઝર્વ બેન્કે ૨૩૮૫૩૩ લાખ ફાટેલી નોટોનો નિકાલ કર્યો હતો જે અગાઉના વર્ષમાં ૨૧૨૪૯૩ લાખ હતી. સૌથી વધુ ૫૦૦ અને તે બાદ ૧૦૦ની નોટો રદ્દીમાં વધુ આવે છે.
હવે રૂા.૧૦-૨૦ની નોટોની માંગ પણ વધી રહી છે. જો કે કુલ ચલણમાં તેની ટકાવારી ઓછી છે. દેશમાં જે કુલ ચલણ ફરે છે તેમાં ૧૦ની નોટોનું પ્રમાણ ૦.૭% છે અને ૨૦ની નોટોનું પ્રમાણ ૦.૮% છે. રિઝર્વ બેન્કે ચલણી સિક્કાનો લોકો વધુ ઉપયોગ કરે તે પ્રયોગ કર્યો પણ લોકો સિક્કા મોટી સંખ્યામાં સ્વીકારતા નથી.
૨૦૨૩/૨૪માં ૧૨૦૫૬ લાખ સિક્કા ચલણમાં હતા તે ૨૦૨૪/૨૫માં ૧૫ લાખ થઈ ગયા તો તેથી હવે દેશના પાંચ શહેરોમાં ૧૦ રૂા.ની ૧ અબજ પ્લાસ્ટિકની નોટો પહેલા તરતી મુકશે. વાસ્તવમાં આ અંગે ચર્ચા છે કે, ૨૦૧૨થી શરૂ થઈ હતી પણ અમલ થઈ શક્યો ન હતો. નવા એટીએમ પણ આ પ્રકારની પ્લાસ્ટિકની નોટો ઓળખી શકે તેવા બન્યા છે. દુનિયામાં ૬૦ દેશો પોલીમર કે પ્લાસ્ટિકની નોટો ધરાવે છે. છેક ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયાએ તે પહેલ કરી હતી.