દરિયાથી રસ્તા સુધી ડ્રગ્સનો ખેલ : સૌરાષ્ટ્રમાં ગાંજા-ચરસની ચોંકાવનારી ચેન
- કચ્છ અને દ્વારકા દરિયા કિનારેથી કરોડોનું ચરસ મળ્યું
સિટી ન્યૂઝ@ કચ્છ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ દરિયા કિનારે રાત્રીના સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે રાત્રીના સમયે ફૂટે પેટ્રોલીગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન હર્ષદ ગામની સીમમાં સીકોતર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટીકના ચાર પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા,જે કુલ ૪ કિલો ૫૪૮ ગ્રામ ચરસનો જથ્થો હોવાનું ખુલ્યું છે.આ ચરસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંત ૨.૨૭ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.આ પેકેટમાં ઉર્દુ ભાષામાં લખાણ લખાયું હતું. સમગ્ર બનાવ અંગે એ,એસ.આઈ વજશીભાઈ કારુભાઈ પોસ્તરિયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પી.એસ.આઈ એન.એન.વાળા તપાસ હાથ ધરાઈ છે
જયારે કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે 10 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.છેલ્લા એક અઠવાડિયામાં કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી 40થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ડ્રગ્સ મળવાનો આ સિલસિલો કચ્છ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે, જેને પગલે સુરક્ષા દળો સતત નજર રાખી રહ્યા છે.