Loading Please Wait !!!
કોઠારીયા કોલોની-વાણીયાવાડી વચ્ચે બોક્સ કલવર્ટ અને વૃક્ષ છેદન મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો

વોર્ડ 14માં વોકળા પર બાંધકામ સામે મહિલાઓનો થાળી વગાડી વિરોધ

સિટી ન્યૂઝ@રાજકોટ

વોર્ડ ૧૪માં ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટને લઈને કોઠારીયા કોલોની-વાણીયાવાડી વચ્ચેના વોકળા પર બાંધકામ તથા વૃક્ષ છેદન સામે સ્થાનિકોમાં વિરોધ ઉગ્ર બન્યો છે. કોઠારીયા કોલોની યુવા ચુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં મહિલાઓએ સ્થળ નિરીક્ષણ માટે આવેલા મહાપાગરપાલિકાના અધિકારીઓ સામે થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વોકળા ઉપર અંદાજે ૭૫ વૃક્ષો આવેલા છે. વોકળા ઉપર

બાંધકામ થવાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ રહેણાંક વિસ્તારમાં ઘૂસણખોરી પાની ભરાવાની ભીતિ છે. સર્વે માટે બાંધકામ અને ગાર્ડન વિભાગના પી. બાપડેયા, કે. આઈ. ગોહિલ, બી.આર. મોરી અને વાય. ટી. પટેલ સહિતના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે સ્થળ પર આવતા અધિકારીઓને ગુલાબ આપી અને થાળી વગાડી ગાંધીગીરીથી વિરોધ કરવામાં આવશે. સ્થાનિકોએ વોર્ડ ૧૪ના કોર્પોરેટરોને પણ તેઓ રહેવાસીઓ સાથે છે કે

મહાનગરપાલિકા સાથે તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. આ મુદ્દે મહાનગરપાલિકા કમિશનરે ઇન્વર્ડ નંબર ૧૬૯૭ અને સિટી ઇજનેર અતુલ રાવલને ઇન્વર્ડ નંબર ૧૧૧૫૨થી ૭ ઓગસ્ટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સિટી ઇજનેરે જણાવ્યું હતું કે વોકળામાં બોક્સ કલવર્ટ બનાવાશે, તેની ઉપર બાંધકામ નહીં થાય અને કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે. કોઠારીયા કોલોની યુવા ચુપે આ નિવેદન સામે સવાલ ઉઠાવી લેખિત સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ વરસાદી

પાણીના ઘસમસતા પ્રવાહને ધ્યાનમાં રાખી કલવર્ટથી પાણીના નિકાલમાં અવરોધ સર્જાવાની ભીતિ વ્યક્ત કરી છે. સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે. વિરોધમાં મીનાબા ઝાલા, પ્રફુલાબા જાડેજા, જ્યોતિબેન કથરેચા, પારુલબેન ગોહેલ, રસ્મિતાબેન મહેતા, ભાવનાબેન ચોટલીયા, નીતાબેન ચોટલીયા, દીસાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ધાયાબેન પરમાર સહિતની મહિલાઓ જોડાઈ હતી.