કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ડ ભારતમાં પ્રતિબંધ
- સરકારની મોટી કાર્યવાહી
- કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્યોને બદનામ કરવામાં આવી રહ્યા હતા : તંત્રએ ‘મેટા’ને સત્તાવાર રિપોર્ટ કરછ તેનું ID ભારત દેશ પૂરતું બેન કરી દેવામાં આવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૧.૩ મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના મુખ્ય ID સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના ૧૦થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેલની હવા
પણ ખાઈ ચૂકી છે.
કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં ૧૦થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર લોકોને ધમકી આપવી અને બદનામ કરવા જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ બાદ કીર્તિ પટેલે પુણા પોલીસ સ્ટેશનની બહાર ભારે બૂમબરાડા પાડીને હંગામો
મચાવ્યો હતો અને તેનો પણ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
પોલીસ અને વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ દ્વારા સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અન્યોને બદનામ કરવાના કેસો સામે આવી રહ્યા હતા. અલગ-અલગ ગુનાઓ અને ફરિયાદોને આધારે પ્લેટફોર્મ ઓનર ‘મેટા’ ને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટ બાદ મેટા દ્વારા કડક કાર્યવાહી કરીને કીર્તિ પટેલના IDને ભારત દેશ પૂરતું બેન કરી દેવામાં આવ્યું હોવાની શક્યતા છે.
સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો
પોતાના વિરોધીઓ સામે આક્રમક વલણ અપનાવતા કીર્તિ પટેલે ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, હવે હું શત-દિવસ એક કરી દઈશ અને ૨૪ કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહીશ. ૨૪જો ૨૪ કલાક હું લાઈવી આવીને ધમાકો બોલાવીશ, કેમ કે તમે મને શાંત રહેવા ન દીધી અને હવે મારે ચુપ રહેવું નથી. સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસ્મો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ, જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે.
કીર્તિનું ID બંધ થતા નવા ID બનાવી કટાક્ષ કર્યો
આઈ એમ ફોરેનર ભૂરી, ચૂનો!
કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના ID પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવતા કીર્તિએ નવી ID બનાવી કટાક્ષ કરતા કહ્યું હતું કે, હું યુ.કે., લંડન, કેનેડા, યુએસએ, દુબઈ... આઈ એમ ફોરેનર ભૂરી, ચૂનો.” તેણે પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું કે, હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઇન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહી છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે, તે બદલ તમારો આભાર!