દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં ગેંગરેપ
=> મહિલા પર 2 કલાક સુધી દોડતી બસમાં બળાત્કાર કરતા રહ્યા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી ; દિલ્હીમાં ફરી નિર્ભયા જેવો કાંડ થયો છે, જ્યાં એક ચાલુ સ્લીપર બસમાં મહિલા પર બે કલાક સુધી બળાત્કાર કર્યો હતો. પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી ગયા. જે પ્રાઈવેટ બસમાં આ ઘટના બની તે બિહારની છે. જે દિલ્હીથી બિહારના રૂટ પર ચાલે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ જણાવ્યું કે આરોપીઓ ઘટના પછી તેને સુમસામ વિસ્તારમાં ફેંકીને ભાગી ગયા.
કોઈક રીતે પીડિતાએ પોલીસને ફોન કરીને આખી ઘટનાની જાણકારી આપી.જેના પછી રાણીબાગ પોલીસ સ્ટેશનની પોલીસે આસપાસ લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા અને બસની ઓળખ કરી. આ પછી બસ જપ્ત કરીને ડ્રાઈવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી.