Loading Please Wait !!!
KENSONની કમાલ: હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે ગુજરાતની નં.1 બ્રાન્ડને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ

  • સફળતાની નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અદકેરું સન્માન
  • કંપનીના ચેરમેન અનિરુદ્ધસિંહ ચુડાસમા-મેનેજિંગ ડિરેક્ટર શિવરાજસિંહ ચુડાસમાએ કહ્યું આ સન્માન માત્ર બ્રાન્ડની સફળતા નથી પરંતુ લાખો ગ્રાહકોના અટૂટ વિશ્વાસનું પરિણામ છે
  • અમદાવાદમાં યોજાયેલા TV-9 ગુજરાતી–ગુજરાત એક્સલન્સ એવોર્ડ્સ 2026માં KENSONની બ્રાન્ડનું ભવ્ય સન્માન

સિટી ન્યૂઝ@રાજકોટ

હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને નવીનતાથી ગ્રાહકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવનાર અગ્રણી બ્રાન્ડ KENSON માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત TV૯ ગુજરાતી ગુજરાત એક્સલન્સ એવોર્ડ્સ ૨૦૨૬’ સમારોહમાં KENSON બ્રાન્ડને ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવશાળી એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે KENSON બ્રાન્ડના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ચુડાસમા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવરાજસિંહ ચુડાસમાને એનાયત કરવામાં આવ્યો હતો, જે ઉદ્યોગમાં બ્રાન્ડની અદ્યતન ટેક્નોલોજી, ઉત્પાદનોની ઉત્તમ ગુણવત્તા, ગ્રાહક-કેન્દ્રી અભિગમ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાની કદરરૂપે

આપવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા કંપનીના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ચુડાસમા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવરાજસિંહ ચુડાસમાએ ગર્વ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સન્માન માત્ર બ્રાન્ડની સફળતા નથી, પરંતુ લાખો ગ્રાહકોના અટૂટ વિશ્વાસનું પરિણામ છે.

ગુજરાત અને સમગ્ર ભારતમાં ફેલાયેલા મૂલ્યવાન ગ્રાહકો, ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, સપ્લાયર્સ અને સમગ્ર KENSON પરિવારના દરેક સભ્યના સખત પરિશ્રમ અને સહયોગ વિના આ સિદ્ધિ શક્ય નહોતી. તેમના દ્વારા આ સન્માન સમગ્ર KENSON પરિવારને અર્પણ કરવામાં આવ્યું છે અને તમામ

सहયોગીઓનો દિલથી આભાર માનવામાં આવ્યો છે. આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા આધુનિક હોમ એપ્લાયન્સિસ અને વેચાણ પછીની શ્રેષ્ઠ સેવાઓ થી KENSON બ્રાન્ડે ગ્રાહકોમાં એક મજબૂત વિશ્વાસ ઊભો કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી પ્રેરિત

થઈને KENSON બ્રાન્ડ આગામી સમયમાં વધુ નવીન, ઉર્જા-બચત કરનારા અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો ભારતીય બજારમાં રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીનો મુખ્ય ધ્યેય પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ થી દરેક ઘરના રોજિંદા જીવનને વધુ સરળ, આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાનો છે.