Loading Please Wait !!!
કાવ્યા મારન અનિરુદ્ધની દુલ્હન બનશે?

 

મ્યુઝિક કમ્પોઝ છે અનિરુદ્ધ

સીટી ન્યૂઝ@ચેન્નાઈ

મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઈઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારનના લગ્નના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે. અનિરુદ્ધના કાકા અને તમિલ એક્ટર વાય.જી. મહેન્દ્રએ બંનેના લગ્નનો દાવો કર્યો છે. મહેન્દ્રએ તમિલ ચેનલ KPTVને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે જે કહેવામાં આવ્યું છે, તે મુજબ આ લગ્ન પાક્કા છે. કાવ્યા અને અનિરુદ્ધની જોડી ખૂબ સારી છે. જોકે, અનિરુદ્ધ અને કાવ્યા મારન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એક્ટર વાય.જી. મહેન્દ્રએ એક તમિલ ચેનલ KPTVને આપેલા ઈન્ટરવ્યુમાં આ સંબંધ વિશે વાત કરી હતી. તેણે અનિરુદ્ધના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ શાંત સ્વભાવનો છોકરો છે. હું તેને અભિનંદન આપવા માંગુ છું. તે ખૂબ મોટા લગ્ન કરવા જઈ રહ્યો છે. મને જે માહિતી મળી છે, તેના પરથી આ એકદમ પાક્કી વાત છે કે બંને લગ્ન કરી રહ્યા છે. તેણે લગ્નની તારીખ કે સ્થળ વિશે કોઈ માહિતી શેર કરી ન હતી. મહેન્દ્રએ સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની પણ ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી. તેનામાં આટલી મોટી IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને સંભાળવાની ક્ષમતા છે.