કૃતિ સેનનનું બ્રેકઅપ?
બોયફ્રેન્ડ કબીર બહિયાના સાથે લવ સ્ટોરીના અંતની ભારે ચર્ચા
કૃતિ સેનન છેલ્લા કેટલાક સમયથી લંડનસ્થિત ઉદ્યોગપતિ કબીર બહિયા સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. બંને ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં છે. આ વર્ષે કૃતિની બહેન નુપુર સેનનનાં લગ્નમાં પણ કબીર બહિયા પરિવારના સભ્યની જેમ જ હાજર રહ્યો હતો. જોકે હવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કબીર એક અન્ય યુવતી સાથે નિકટતા માણતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પછી જ કબીર અને કૃતિ વચ્ચે બ્રેકઅપની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. કબીર કરતા કૃતિ ૬ વર્ષ જેટલી મોટી હોવાના કારણે તેમની રિલેશનશિપ શરૂઆતથી જ ચર્ચસ્પદમાં રહી છે.