Loading Please Wait !!!
દાળમાં કંઈક કાળું છે કાજુકતરી કાંડમાં શંકા ગાઢ !

હજુ તપાસ ચાલુ થાય તે પહેલાં જ સમિતિના અધ્યક્ષ બદલાયા

હવે PGVCLના એમ.ડી.ના નેજા હેઠળ તપાસ થશે

"સિટી ન્યૂઝે પહેલાં જ કહ્યું આ લોકો તપાસ કેમ કરશે ?"

જે અધિકારી કૌભાંડની તપાસ કરે છે તેઓ ત્યારે ઈન્ચાર્જ હતા સાંસ્કૃતિક વિભાગના !

2023થી 2025 સુધીમાં ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ભરત કાથરોટીયા આ સમયમાં સાંસ્કૃતિક વિભાગમાં ઈન્ચાર્જની ભૂમિકામાં હતા

આ છે મનપાની પારદર્શિતા ?

ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ઈન્ચાર્જ સહાયક કાથરોટીયા BAPSના હરિભક્ત : એટલે પ્રેમવર્તી રેસ્ટોરન્ટ પર પ્રેમ વરસાવ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

કાજુકતરી કાંડની તપાસ શરૂ થાય તે પહેલા જ સમિતિના અધ્યક્ષને બદલાવવાની ફરજ મ્યુનિસિપલ કમિશનરને પડી છે. હવે પારદર્શક તપાસના નામે ડેપ્યુટી કમિશનર નંદાણીને હટાવીને પીજીવીસીએલના એમડી જોશીને અધ્યક્ષ બનાવાયા છે. બીજી બાજુ કેટલા દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને સોંપવો તે અંગે મગનું નામ મરી પડાયું નથી. ત્યારે આ તપાસ હવે ક્યારે પૂરી થશે તે કહેવું હાલના તબક્કે વહેલાસરનું ગણાશે.

જંગલેશ્વર ડિમોલીશનમાં ૩ કરોડથી પણ વધુનો ખર્ચો થયો હોવાની વિગતો બહાર આવી રહી છે. જેમાં અધિકારીઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થયું છે. ફૂડ સપ્લાયનું રૂા. ૨૭.૨૦ લાખનું બીલ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજુર કર્યું છે. જેમાં એવું કારણ આપવામાં આવ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ ખર્ચ કરવામાં આવ્યો હોવાના કારણે ફૂડસપ્લાયનો ખર્ચ મંજુર કરવામાં આવશે નહીં. જેને લઈને ભારે વિવાદ જાગ્યો હતો.

રાજ્ય સરકારમાંથી પણ કડક સૂચના આપવામાં આવી હતી જેના પગલે મેયર ડો. નેહલ શુક્લે તલસ્પર્શી તપાસ માટે એક કમિટીની રચના કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. જેના ભાગરૂપે તાત્કાલીક અસરથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા પાંચસભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ તરીકે ડીએમસી ચેતન નંદાણીને નિયુક્ત કરાયા હતા. જ્યારે તપાસ સમિતિના સભ્યોમાં ડીએમસી હર્ષદ પટેલ ઉપરાંત ચીફ એકાઉન્ટેન્ટ અમિત સવજીયાણી, એએમસી ભરત કાથરોટીયા અને ઈસ્ટઝોનના ઈન્ચાર્જ સીટી એન્જિનિયર પરેશ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમિતિની રચનામાં બધા જ ઘરના છે તેથી તટસ્થ તપાસ થશે કે કેમ તે અંગે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ચાલુ તપાસે કમિટીના અધ્યક્ષને બદલાવી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નાક બચાવવા નંદાણીને છઠ્ઠા સભ્ય તરીકે યથાવત રાખ્યા

કાજુકતરી, ખજૂર રોલ અને ૮ રૂપિયા વાળું પાણી કેટલાક કૌભાંડિયાઓ ખાઈ અને પી ગયાની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી ત્યારથી જ મનપાના કેટલાક ટોચના અધિકારીઓ અને કેટલાક બાહુબલી નેતાઓ આ કારસ્તાનને ભીંગડું દાબી દેવા માટે મેદાને પડ્યા હતા. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનરે બધું જ ઓપનલી કરવામાં આવશે તેવું જાહેર કરીને તપાસ સમિતિ રચી દીધી. નંદાણીને અધ્યક્ષ બનાવાયા, જો કે, હવે પારદર્શકતાના નામે તેઓને હટાવીને છઠ્ઠા સભ્ય તરીકે સમાવાયા છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, નંદાણીના નેજા હેઠળ પારદર્શક તપાસ નહોતી થવાની?