લગ્ન દોઢ મહિનામાં જ પતિએ પત્નિનું ગળું દબાવી હત્યા કરી
04 May, 2026
પોતે પણ ધાબા પરથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સિટી ન્યૂઝ@અમદાવાદ : વડોદરાના ધોળાકુવા ગામમાં દોઢ મહિના પહેલા સુખી દાંપત્યજીવનના સપનાંઓ સજી સાસરે ગયેલી પરિણીતાની પતિ દ્વારા ગળું દબાવી હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. યુવકે પોતાના સાળાને ફોન કરી કહ્યું હતું કે, 'અમારી લાશો લઈ જજો'. પિયર પક્ષના લોકોને શંકા જતા દીકરીના ઘરે દોડી ગયા હતા. જ્યાં દીકરી બેભાન હાલતમાં મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મૃત જાહેર કરાતા પરિવારને શંકા પડી હતી. મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવતા ગળું દબાવી હત્યા નિપજાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. બનાવ બાદ ફરાર થઈ ગયેલા પતિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.