Loading Please Wait !!!
હર્ષ સંઘવીની IPS અધિકારીઓ સાથે મોડી રાત સુધી બેઠક

રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ કામગીરીની સમીક્ષા

સીટી ન્યૂઝ@અમદાવાદ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સિનિયર IPS અધિકારીઓ સાથે મોડી રાત્રે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરી તેમજ નાગરિક ટ્રાફિકને કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના ચાર મહાનગરોના પોલીસ કમિશનરો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, ગુનાખોરી નિયંત્રણ, ટેકનોલોજીનો ઉપયોગ અને જનતાને ઝડપી તથા પારદર્શક સેવા મળી રહે તેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.