હડમતીયાની દરગાહ નજીક તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો સહિત ચારના મોત
- મૃતકોમાં બે સગા ભાઈનો સમાવેશ : બેડી અને રોણકીના પરિવારો શોકમાં ગરકાવ
સિટી ન્યૂઝ @ રાજકોટ
રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક આ કરૂણાંતિકા સર્જાઈ હતી. રોણાકી ગામના સાજીદ સોરાના પુત્ર સોહાનનો જન્મદિવસ હતો. જેથી બાળકો સહિત સંબંધીઓ દરગાહે દર્શન કરવા અને જમવા નીકળ્યા હતા. ત્યારે બપોરના સમયે ૬ વર્ષનો સેફુ સોરા તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. જે અચાનક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.બાળકને તળાવમાં ડૂબતા જોઈને ૨૦ વર્ષીય સાહિલ સોરા પણ તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન સાત વર્ષની બાળકી અલીફા અને જેને આજે જન્મદિવસ હતો એ બંને ડૂબતા સેફુનો ભાઈ ૧૧ વર્ષનો સોહાન પણ તળાવમાં ફૂટી પડ્યો હતો. આ સમયે ચારેય ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી હોસ્પિટલ જેસડથયા હતા. જેમાં સાહિલને રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય ત્રણને ઝનાના હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ચારેયને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યાં હોસ્પિટલ પરિસરમાં મૃતકોનો પરિવારજનો અને સંબંધીઓ પહોંચ્યા હતા. બે દીકરાના મોતથી કપાણે માથું પછાડી પિતાના આક્રંદથી પરિસરમાં તમામનાં આંખમાં દર્દ છલકાયું હતું. અન્ય મૃતકના પરિવારજનો પણ રડી રહ્યા હતા.શેનથી જાણ થતા મૃતકના સંબંધી રિયાઝ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રિયાઝે જણાવ્યું હતું કે, એક છોકરો ન્હાવા ગયો ને ડૂબતો હતો. જે જોઈ મારો નાનો ભાઈ બચાવવા ગયો. એની સાથે બીજા બે પડ્યા હતા. એક છોકરો ત્રણનો ભાર ન ઉપાડી શકાતા તમામ ડૂબી ગયા હતા.એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીડી પીર દરગાહે કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ત્રણ બાળક અને એક યુવક તળાવમાં ડૂબી ગયા હતા. તો રાજકોટ તાલુકા પંચાયત સભ્ય ભરત ડાભી ૨ે જણાવ્યું કે, રોણકી ગામના સાજીદભાઈ સોરાના દીકરા સોહનના જન્મદિવસ પ્રસંગે આ દુર્ઘટના બની હતી. જેનાથી સમગ્ર પરિવાર સહિત રોણકી અને બેડી ગામમાં શોક છે.