Loading Please Wait !!!
ગુજરાત સરકાર વીક હે, તભી તો પેપર લીક હે

  • રાજકોટમાં NSUIની નારેબાજી
  • જામનગર BAMS પેપર લીકનો विरोध કરતા 15 કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ ઉઠાવી ગઈ
  • ભાજપ સરકારના રાજમાં શિક્ષણ વેંચાઈ રહ્યું છે, ભાવિ તબીબોના ભવિષ્ય સાથે છેડા હવે સહન નહીં થાય, પેપર લીક બંધ કરો, અમારા ભવિષ્ય સાથે છેડછાડ બંધ કરો જેવા બેનરો બતાવવામાં આવ્યા હતા

સિટી ન્યૂઝ@રાજકોટ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS નું ત્રીજા વર્ષનું પેપર લીક થયું તેના विरोधમાં આજે ૨૯ જુલાઈએ રાજકોટના કોટેચા ચોક ખાતે પ્રદેશ NSUIના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો आंदोलन કરવામાં આવ્યું હતું. જેમાં ‘ગુજરાત સરકાર વિક હે, તભી તો પેપર લીક હે’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસ દ્વારા NSUI ના પ્રદેશ પ્રમુખ ૧૫ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ

જણાવ્યું હતું કે, દેશમાં NEET પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS નું ત્રીજા વર્ષનું પેપર ૨૦ જુલાઈના લીક થયું છે. જેમાં ૧૨ માંથી ૧૧ પ્રશ્નો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા. આ પરીક્ષા દરમિયાન સ્કવોડમાં ગયેલા અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે ૧૨ માંથી ૧૧ પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. જેનો મતલબ એ થયો કે પેપર લીક થયું. ગુજરાત કે દેશમાં આ પહેલી ઘટના નથી. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં

૩૦થી વધુ વખત તે પછી સરકારી ભરતી હોય, યુનિવર્સિટી કે કોલેજના પેપર હોય તો તે તમામ લીક થયા છે. જેનો મતલબ એ થયો કે સરકારનો પેપર માફિયાઓ કે પેપર લીક કરનારાઓ પર કોઈપણ પ્રકારનો અંકુશ નથી. તેઓના ઉપર કોઈપણ પ્રકારનો દભાવ નથી. જેથી આવા તત્વો વારંવાર પેપર લીક કરીને લાખો - કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. જેથી NSUI માંગ કરે છે કે જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે, નહીં કે નાની માછલીઓ ને પકડીને સરકાર વાહવાહી મેળવે.BAMS

(બેચલર ઓફ આયુર્વેદિક, મેડિસિન એન્ડ સર્જરી) નું પેપર લીકના આ विरोध प्रदर्शन દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા “ભાજપ સરકારના રાજમાં શિક્ષણ વેંચાઈ રહ્યું છે”, “ભાવિ તબીબોના ભવિષ્ય સાથે છેડા હવે સહન નહીં થાય”, “પેપર લીક બંધ કરો, અમારા ભવિષ્ય સાથે છેડછાડ બંધ કરો”જેવા બેનરો બતાવવામાં આવ્યા હતા અને રસ્તા વચ્ચે સીટી બસ આડે બેસી નારેબાજી શરૂ કરી હતી. જેથી ત્યાં અગાઉથી હાજર પોલીસે ૧૫ જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.