Loading Please Wait !!!
ગુજરાતમાં વરસાદી ‘સંકટ’ આર્મી સ્ટેન્ડબાય, હેલિકોપ્ટરો તૈનાત

  • ઉત્તર ગુજરાતમાં સ્કૂલોમાં રજા જાહેર; દરિયાકાઠે 3 નંબરનું સિગ્નલ
  • શનિવારે ખતરનાક આગાહી
  • નવસારીમાં વીજકરંટથી 3 મજૂરોનાં મોત

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે ગુજરાતના અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તંત્રને સંપૂર્ણપણે સાબદુ કરી દીધું છે. સંભવિત આપત્તિ અને બચાવ-રેસ્ક્યૂની કામગીરીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં આર્મીની દસ કૉલમ તૈયાર રાખવામાં આવી છે. એક કૉલમમાં ૪૧ જવાનો મળીને કુલ ૪૧૦ આર્મી જવાનોને ખેડેપગરે રાખવામાં આવ્યા છે, જેથી જરૂર પડ્યે આ જવાનોની ટુકડીઓ તાત્કાલિક આધુનિક સાધનો સાથે પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી શકે. આ ઉપરાંત એરફોર્સના તંત્ર દ્વારા પણ વડોદરા, જોધપુર, પુણે અને જામનગર ખાતે બચાવ અને રાહત કામગીરી માટે ખાસ હેલિકોપ્ટર (ચોપર) તૈયાર રાખવામાં આવ્યા છે. આ સાથે કોસ્ટ ગાર્ડ તંત્ર પાસે ઉપલબ્ધ બે ચોપર

પણ આજથી ઇમરજન્સી કામગીરી માટે સજ્જ કરાયા છે. આજે ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લામાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લા અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી, કચ્છ અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. રવિવારે ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લામાં ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા, સુરત નવસારી વલસાડ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૭૩ ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૩૨ પ્લેટુનને આ આઠ જિલ્લાઓમાં અથવા તેના નિકટના ભાગોમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.