જીએસટીના પાંચ અધિકારી ‘તોડબાજ’ !
- નોટિસો આપી વેપારીઓને ડરાવ્યા; CCTV બંધ કરી લાખોનો તોડ કર્યો
- મોડસ ઓપરેન્ડી; જે વેપારીઓનું ટર્ન ઓવર ખૂબ મોટું હોય તેમની યાદી તૈયાર કરી ખોટી રીતે નોટિસો ઈશ્યું કરતા: 60 લાખ, 28 લાખ જેવો મોટી રકમનો તોડ કરી મામલો રફેદફે કરી દેતા
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના ટેક્સટાઈલ, સ્કેપ અને કેમિકલ સેક્ટરના વેપારીઓના મનમાં છેલ્લા કેટલાક સમયથી એક ડર ઘૂસી ગયો છે. આ ડર કોઈ માથાભારે લોકોનો નથી, પરંતુ સરકારની તિજોરી ભરવાની જવાબદારી જેમાં શિરે છે તેવા જીએસટી વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અને તોડબાજ અધિકારીઓનો છે. જેઓ ફિલ્મ સ્પેશિયલ ૨૬ની જેમ નકલી રેડ પાડે છે અને પછી લાખો રૂપિયાનો તોડ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ગુજરાતની ઓળખ વેપાર છે, એટલે વેપારી વર્ગ માટે આ ઘટનાક્રમ વાંચવા-સમજવા અને સચેત થવા જેવો છે.જીએસટીના રાજ્ય કક્ષાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતીથી ગુજરાતમાં તોડકાંડનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદ થઈ છે. લાખો રૂપિયાના તોડકાંડે વેપારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. વેપારીને માત્ર એક સમન્સ મળે અને ત્યારપછી શરૂ થાય છે ડરાવવા-ધમકાવવાનો અને હિસ્સા ખાલી કઢાવવાનો ખેલ !,આ વાત ખાલી કહ્યા, સાંભળ્યા જેવી નથી. પરંતુ નક્કર હકીકત છે. કારણ કે તોડકાંડનો ભોગ બનેલા વેપારીઓસે તેમની વાત છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડી છે. જેમાં તેમની સાથે બનેલા બનાવનો અને લાલબત્તીવાળી
ગાડીમાં ફરતા અધિકારીઓના નામસહકિ ઉલ્લેખ છે. અમારી આ ફરિયાદની કોપી પણ છે.કેવી રીતે થાય છે વેપારીઓનો શિકાર ? ફરિયાદમાં લખ્યા મુજબ, આ તોડબાજ અધિકારીઓએ લૂંટ ચલાવવા માટે એક ખાસ 'મોડસ ઓપરેન્ડી' ડેવલપ કરી છે. સૌથી પહેલાં શિકાર શોધવામાં આવે છે. એટલે કે જે વેપારીઓનું ટર્નઓવર ખૂબ મોટું હોય તેમની એક યાદી તૈયાર થાય છે.ત્યારબાદ, કોઈને કોઈ ટેકનિકલ બહાનું આગળ ધરીને જીએસટીની કલમ ૭૦(૧)નો દુરૂપયોગ કરી આમાંથી કેટલાક વેપારીઓને સમન્સ ફટકારવામાં આવે છે. વેપારી જ્યારે જવાબ આપવા ઓફિસે પહોંચે ત્યારે તેને માનસિક રીતે તોડી પાડવામાં આવે છે.જે વેપારીનું ટર્નઓવર
વધારે હોય એમને દેવી નોટિસ મોકલવી જોઈએ તેની તૈયારી ઓફિસમાં બેસીને જ અધિકારીઓ કરી તે છે. ત્યાર બાદ નિયમોને અવગણના કરીને નોટિસો મોકલાતી હોવાનો આરોપ છે. "તમે સરકાર સાથે ઘણું ખોટું કર્યું છે, તમારી બધી કુંડળી અમારી પાસે છે. તમને મોટી પેનલ્ટી લાગશે, તમારો જીએસટી નંબર રદ થશે અને તમારે સીધા જેલના સળિયા ગણાવ પડશે." આવા ભારેખમ શબ્દો અને ધમકીઓ સાંભળીને ભલભલા વેપારીઓ ગભરાઈ જાય. આઝરદ ડરના માર્યે વેપારી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. બસ, અહીંથી જ કરોડો રૂપિયાની તોડની રકમ નક્કી થવાની શરૂઆત થાય છે. આમ, શંકારસ્પદ પેઢીઓના રજીસ્ટ્રેશન અને સસ્પેન્ડેડ લાયસન્સના ડેટાનો પણ
ઉપયોગ કરી જેલ પાડી દેવામાં આવે છે. સરખેજના કાપડ વેપારીને ત્યાં સીસીટીવી બંધ કરી ૨૮ લાખો તોડ મુખ્યમંત્રીને કરાયેલી લેખિત ફરિયાદ મુજબ, ગત માર્ચ મહિનામાં સરખેજમાં કાપડનો વેપાર કરતા અબુબાઈને ત્યાં સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને રેડ પાડવામાં આવી હતી. વિભાગ-૧ અમદાવાદ સહાયક રાજ્ય કમિશનર સહિત ૧૫ લોકોની એક મોટી ટીમ આ રેડમાં સામેલ હતી. કાયદાકીય રીતે અધિકારીઓ પાસે વેપારીના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા બંધ કરવાની સત્તા નથી, છતાં દાદાગીરીપૂર્વક તમામ કેમેરા બંધ કરાવી દેવામાં આવ્યા અને બંધ બહારણે વેપારીને ડરાવીને તેની પાસેથી પૂર્ણા ૨૮ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો.
GSTના આ અધિકારીઓ ઉપર તોડકાંડનો આરોપ
-
રાકેશ શાહ, સંયુક્ત કમિશનર
-
કૃષ્ણા દાવડા, સહાયક કમિશનર
-
રવિરાજ સોલંકી, સહાયક કમિશનર
-
સુચિતા ચૌહાણ, સહાયક કમિશનર
-
કવિતા ચૌધરી, સહાયક કમિશનર
કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ગંભીર ફરિયાદ મળતા ભાંડો ફૂટ્યો !
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું, જીએસટીની અધિકારીઓ દ્વારા વેપારીઓ સાથે તોડ કરવામાં આવતો હોવાની ફરિયાદ મને મળી હતી, ખોટી નોટિસો આપીને વેપારીઓને ડરાવવામાં આવી રખા છે. મારી પાસે આવેલી અરજીમાં તોડ કરનાર અધિકારીઓનો નામજોગ ઉલ્લેખ છે. મોટા અધિકારીઓના મોટા સિવાય ગવાઈ હવે જોવાનું એ રહે છે કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચેલી આ કરોડો રૂપિયાના જીએસટી તોડકાંડની લેખિત ફરિયાદ પર સરકાર ક્યારે લાલ આંખ કરે અને કાયદાનો દુરૂપયોગ કરનાર અધિકારી સામે ક્યારે ઉંડી તપાસના આદેશ છૂટે છે.