ગોંડલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 672 બોટલ દારૂ ભરેલી કાર ઝડપી
પોલીસે જોઈ નાસી છુટેલી બેલડીની શોધખોળ: 6.10 લાખનો મુદ્દામાલ કબજે
સિટી ન્યૂઝ@રાજકોટ
ગોંડલ નજીક દારૂ ભરેલા કારનો ફિલ્મી સ્થાઇલમાં પોલીસે પીછો કરી પક્ડી પાડી હતી. રૂલ એલસીબીની ટીમે રૂ.૭.૧૦ લાખનો મુદ્દામાલ કર્યો હતો. જ્યારે બે બુટલેગર ફાર થઈથતાં તેની શોધખોળ આદરી હતી. દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગૂર્જર દ્વારા દારૂ અને જુગારની બધી દરુ કરવા દરોડા પાડવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને ચોક્કસ જાણકારી રાહે બાતમી મળી હતી કે , દેવાંગ રમાણિક પરમાર નામનો શખ્સ પોતાની સફેદ કલરની બ્રેઝા કાર નં.
GJ-03-MR-૩૧૯૫ માં વિદેશી દારૂ ભરી આટકોટ તરફથી ગોંડલ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવવાનો પ્રયાસ
કરતાં કારના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે મોવિયા રોડ તરફ ભગાડી મૂક્યું હતું. પોલીસે તાત્કાલિક પીછો કરતા, બે બુટલેગરો સહારા પંપ
નજીક આવેલી શ્રેયમ શીતલ સિમેન્ટની બાજુમાં ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂની બોટલ ૬૭૨ રૂ.૭.૧૦ લાખ અને કાર મળી કુલ રૂ.૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે દેવાંગ રમાણીક પરમાર (રહે. ગોંડલ) અને અન્ય એક અજાણ્યા સામે સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ લ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.જી.ભીમાણી, પી.એન.ભરવાડ સહિતની ટીમ સાથે રહી હતી.