Loading Please Wait !!!
સોશિયલ વોર બની હિંસક મેલડી ધામ ભૂવાનો ડખ્ખો બન્યો ખૂની

  • સમાધાનના નામે સાજિશ : ગોંડલમાં યૂવાન ઉપર હૂમલો
  • માળવાળા મેલડી ધામના ભુવાના સતુભા ખાચર દીપક ચુડાસમા વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલતી જંગનું હિંસક પરિણામ
  • ગોંડલ પાસે દીપક ચુડાસમાને સમાધાન માટે બોલાવીને સતુભા ખાચરના આઠેક જેટલા સમર્થકોએ હાથ-પગ ભાંગી નાખ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ : ચુડાના માળવાળા મેલડી માતાજી ધામના ભુવા સતુભા ખાચર અને દેવીપુજક સમાજના અગ્રણી દીપક ચુડાસમા વચ્ચે છેલ્લ્લા પાંચેક મહીનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સોશિયલ વોર ચાલી રહી હતી. જેમાં દીપક ચુડાસમા દ્વારા ધર્મના નામે ધતિંગ કરતા સતુભા ખાચરની ધતિંગલીલાનો પર્દાફાશ કરીને તેની વાડીમાં પાવડો લઇ પાણી વળાવવાની ધમકી આપવામાં આવી હતી.આ બાદ સતુભા ખાચરના સમર્થકો દ્વારા યેનકેનપ્રકારે ધમકીઓ આપવામાં આવતી હતી. આ સોશિયલ વોરમાં વિરપુરના અમિત ડાભી, તેના પિતા કાનજી ડાભી અને આર.સી.સોલંકી સાથે પણ દીપક ચુડાસમાને ચડભડ થયેલી હતી. 

આ સોશિયલ વોરમાં ગત તા ૦૬ ના રોજ ગોંડલ થી વીરપુર જતા હાઈવે પર કેશવ હોટલમાં સુરતના છાયણ ગામના દીપક ચુડાસમા અને પિતરાઈ ભાઈ વીનું ચુડાસમાને સમાધન માટે બોલાવ્યા હતા. ત્યારે પાંચેક અજાણ્યા શખ્સોએ ધસી આવીને ધોકા-પાઈપ વડે મારકૂટ કરી દીપક ચુડાસમાના પગ ભાંગી નાખ્યા હતા.જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનવ અંગે સુરતના સાયણગામના દીપક ગોરધનભાઈ ચુડાસમાની ફરિયાદ 
પરથી ગોંડલ બી ડીવીઝન પોલીસે અમિત ડાભી, તેના પિતા કાનજી ડાભી અને આર.સી. સોલંકી તથા પાંચ અજાણ્યા સામે ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ની કલમ-૧૦૯, ૧૧૭(૨), ૧૧૮(૧), ૩૫૧, ૨૯૬(બી), ૬૧, ૧૮૯, ૧૯૧, ૧૯૦ તથાજી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

ગોંડલ પોલીસે કુલડીમાં ગોળ ભાંગ્યો !

એકબાજુ ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર ભૂવા સતુભા ખાચરના ઈશારે દીપક ચુડાસમા હુમલો થયા અંગેના વિડીયો વાઈરલ થઇ રહ્યા છે.ત્યારે ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના તપાસનીશ પી.એસ.આઈ એસ.વી.ડાંગરનું કહેવું છે કે ત્રણ આરોપીની ધરપકડ થઇ ગઈ છે અને પૂછપરછ ચાલુ છે.હજુ સુધી ભુવા સતુભા ખાચરનું નામ ખુલ્યું નથી.હજુ બધું દિશામાં તપાસ ચાલુ છે.

સતુભાના ધર્મના નામે ધતિંગ બંધ કરાવીશ : દીપક ચુડાસમા 

દીપક ચુડાસમાએ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો હતો કે હું ક્યારેય માફી નહિ માંગુ,માફી ભૂવા સતુભા ખાચરને માંગવાની છે.તમે આજે નહિ તો કાલે કાયદાકીય રીતે ફસાવાનો છો. ત્યારે માળવાળી મેલડી શું કરશે ? તમે ધર્મના નામે ધતિંગ કરો છો અને હું તમારો પર્દાફાશ કરીશ. હું તારી વાડીમાં તને પાવડો લઇ પાણી વળાવીશ.હાલ માળવાળા મેલડી માં દેવીપુજક સમાજના છે અને તેના નામે તું પૈસા ઉઘરાવશ.