Loading Please Wait !!!
ફરારીની પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ કાર : કિંમત 6.10 કરોડ

=> 530 KM ચાલશે ટોપ સ્પીડ 310 KMPH


સિટી ન્યૂઝ@નવી દિલ્હી

લક્ઝરી સ્પોર્ટ્સ કાર બનાવતી ઇટાલીની કંપની ફરારીએ આજે ૨૭ મેના રોજ તેની પ્રથમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી છે. આ એક ૪-ડોર, ૫-સીટર ઇલેક્ટ્રિક GT કાર છે, જેને ઝડપની સાથે લક્ઝરી પણ ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે લુસ ફરારીની પ્રથમ EV ઉપરાંત પ્રથમ ૫ સીટર કાર પણ છે.

લુસની ડિઝાઇન ફરારીની અન્ય કારો જેવી નથી. તેને ‘ક્લીન શીટ’ એટલે કે સંપૂર્ણપણે નવા સિરેથી ડિઝાઇન કરવામાં આવી છે. આ ફરારીની અત્યાર સુધીની સૌથી લાંબી કાર છે. તેની લંબાઈ ૫૦૨૬mm છે, જે પુરોસાંગ્વેથી ૫૩mm વધારે છે. તેની પહોળાઈ ૧૯૯૯mm અને ઊંચાઈ ૧૫૪૪mm છે. કારમાં વર્ટિકલ વાઇપર્સ આપવામાં આવ્યા છે જે હવાના પ્રવાહને બહેતર બનાવે છે. તેનો ડ્રેગ કોફિશિયન્ટ (૦.૨૫૪ cd) ફરારીની કોઈપણ રોડ કારમાં સૌથી ઓછો છે. તેમાં ફ્રન્ટમાં ૨૩-ઈંચ અને રિયરમાં ૨૪-ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે ફરારીના ઇતિહાસમાં સૌથી મોટા છે.