Loading Please Wait !!!
ડેનિમ ફરી ટ્રેન્ડમાં: ડેનિમનો સાડીનો ક્રેઝ

 

સિટી ન્યૂઝ@મુંબઈ

આપણે જ્યારે પણ કોઈ લગ્ન, તહેવાર કે ખાસ પ્રસંગે તૈયાર થવાનું વિચારીએ ત્યારે પહેલો ખ્યાલ સાડીનો જ આવે. દર વખતે એ જ સિલ્ક, નેટ કે શિફોન સાડી પહેરીને કંટાળી ગયા હો તો ફેશનવર્લ્ડમાં કંઈક નવું ટ્રાય કરવાનો આ બેસ્ટ સમય છે. માધુરી દીક્ષિતે તાજેતરમાં ડેનિમ સાડી પહેરી હતી. ટ્રેન્ડી ડેનિમ ફેબ્રિક પર પરંપરાગત વર્ક સાથેની આ સાડી ક્લાસિક અને મોડર્ન લુકનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે. માધુરીએ કસ્ટમાઈઝ્ડ કરેલી ગ્રે-બ્લૂ ટોનની સાડીમાં ટિશ્યુ એપ્લિક સ્ટાઈલનું એમ્બ્રોઈડરી વર્ક છે જે ડેનિમને ડેલિકેટ બનાવે છે. સાડીને કોમ્પ્લિમેન્ટ કરવા માટે તેણે ગ્રે કલરનું સ્લીવલેસ મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે અને એમાં પણ આ જ પ્રકારનું એમ્બ્રોઈડરી વર્ક છે.

ડેનિમ મેક્સી સ્કર્ટ વધુ સ્ટાઈલીશ બન્યા

ફેશનની દુનિયામાં ટ્રેન્ડ્સ વારંવાર પાછા આવે છે, પરંતુ દરેક વખતે તે નવા સ્વરૂપમાં દેખાય છે. હાલમાં એવી જ એક ફેશન આઈટમ ફરી ચર્ચામાં છે, જે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડેનિમ મેક્સી સ્કર્ટની. આ વખતે તેનો અવતાર પહેલાં કરતાં ઘણો અલગ અને વધુ સોફિસ્ટિકેટેડ છે. થોડાં વર્ષો પહેલાં સુધી ડેનિમ સ્કર્ટની વાત આવે એટલે લોકોના મનમાં ઘૂંટણ સુધીનું અથવા મિની સ્કર્ટની જ છબી ઊભી થતી, પરંતુ હવે પગની ઘૂંટી સુધી અથવા તો જમીનને લગભગ અડતું ડિઝાઈનનું ડેનિમ મેક્સી સ્કર્ટ ફેશન-લવર્સનું નવું ફેવરિટ બની ગયું છે.