પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને પોઝિટિવીટી વધારવા પત્નીએ કઈ તરફ સૂવું જોઈએ? જાણો શાસ્ત્રોક્ત નિયમ
- શિવપુરાણ અનુસાર યોગ્ય દિશામાં સૂવાથી દંપતીની એનર્જી એકબીજાની પૂરક બને છે
- વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે ઊર્જાનું સંતુલન જરૂરી, સુવાની દિશા બદલશે તમારું ભાગ્ય
- અંધવિશ્વાસ નહીં પણ વિજ્ઞાન: પતિની ડાબી તરફ પત્નીનું સ્થાન ઈમોશનલ સ્ટેબિલિટી લાવે છે
આપણા ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો ફક્ત પૂજા-પાઠ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમાં સુખી અને સંતુલિત જીવન જીવવાના અદભુત સૂત્રો પણ જણાવવામાં આવ્યા છે. શિવપુરાણમાં વૈવાહિક જીવન સંબંધિત કેટલીક એવી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આ ગ્રંથ અનુસાર, દાંપત્યજીવનમાં સુખ, શાંતિ અને પોઝિટિવીટી જાળવી રાખવા માટે પતિ-પત્નીના સૂવાની દિશા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, જો પત્ની હંમેશાં પતિની ડાબી તરફ સૂવે છે, તો બંનેની ઊર્જા (એનર્જી) એકબીજા સાથે ટકરાવાને બદલે પરસ્પર પૂરક બને છે, જેની સીધી સકારાત્મક અસર તેમના સંબંધો પર જોવા મળે છે.
આ નિયમ પાછળનું મુખ્ય કારણ પુરુષ અને સ્ત્રીની ઊર્જાની ભિન્ન પ્રકૃતિ છે. પુરુષની જમણી તરફ અને સ્ત્રીની ડાબી તરફની ઊર્જા અલગ-અલગ ગુણો ધરાવે છે. માન્યતા અનુસાર, પતિની ડાબી તરફ પત્નીનું સ્થાન શાંત અને કોમળ માનવામાં આવે છે. જ્યારે પત્ની આ સ્થાને સૂવે છે ત્યારે દંપતી વચ્ચે ઈમોશનલ સ્ટેબિલિટી (ભાવનાત્મક સ્થિરતા), પરસ્પર સન્માન અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને છે. જોકે, ઘણા લોકો આ બાબતને અંધવિશ્વાસ માની લે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રીઓ અને આધ્યાત્મિક નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ નિયમ પ્રકૃતિ અને માનવ ઊર્જાના વૈજ્ઞાનિક સંતુલન પર આધારિત છે જે જીવનને સહજ બનાવે છે.
અત્રે એ નોંધવું પણ જરૂરી છે કે માત્ર સૂવાની દિશા બદલી નાખવાથી જ જીવનની તમામ સમસ્યાઓ હલ થઈ જતી નથી. શાસ્ત્રો એ વાત પર પણ ભાર મૂકે છે કે જો પતિ-પત્નીએ ખરેખર સુખી અને આદર્શ જીવન જીવવું હોય, તો સૂવાના નિયમોની સાથે-સાથે તેમના રોજિંદા વ્યવહાર, દિનચર્યા અને વિચારોમાં પણ તાલમેલ તેમજ પરસ્પર સમજણ હોવી અનિવાર્ય છે. વાણી અને વર્તનમાં સંતુલન રાખવાની સાથે આ નાના-નાના વાસ્તુ નિયમો અપનાવવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ગૃહક્લેશમાંથી કાયમી મુક્તિ મળે છે.
ડાબી બાજુનું મહત્વ અને અર્ધનારીશ્વર સ્વરૂપ શાસ્ત્રોમાં સ્ત્રીને 'વામાંગી' કહેવામાં આવી છે, જેનો અર્થ જ પતિની ડાબી બાજુ એવું થાય છે. ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં પણ માતા પાર્વતી શિવજીની ડાબી તરફ બિરાજમાન છે. આ જ કારણ છે કે ધાર્મિક કાર્યોથી લઈને રાત્રે સૂતી વખતે પણ પત્નીનું સ્થાન ડાબી તરફ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દામ્પત્ય પ્રેમ ગાઢ બને છે.