સાવધાન: પતિ-પત્નીની આ 5 ભૂલો સંબંધોમાં લાવી શકે છે મોટી તિરાડ!
- વિવાહિત જીવનને બરબાદીથી બચાવવા માટે આજે જ બદલો તમારી આ આદતો
- પાર્ટનર સામે 'લગ્નનો અફસોસ' વ્યક્ત કરવો એ સંબંધ માટે સાયલન્ટ કિલર સમાન
- બદલાતા સમય વચ્ચે એકબીજાની આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરવો સંબંધ માટે જોખમી
સિટી ન્યુઝ @ રાજકોટ
આજના આધુનિક યુગ અને બદલાતી લાઈફસ્ટાઈલમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધો ખૂબ જ નાજુક વળાંક પરથી પસાર થઈ રહ્યા છે. વિવાહિત જીવનમાં નાની-નાની બાબતોને અવગણવી ક્યારેક એટલી ભારે પડી જાય છે કે હસતો-રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ જાય છે. લગ્નજીવનમાં તકરાર થવી સામાન્ય છે, પરંતુ ગુસ્સાની અતિશયતામાં પાર્ટનર એકબીજાને એવી વાતો કહી દે છે જે સંબંધ તૂટવાનું મુખ્ય કારણ બને છે. મનોવૈજ્ઞાનિકો અને રિલેશનશિપ એક્સપર્ટ્સના મતે, સુખી સંસાર ઈચ્છતા કપલ્સે પાંચ એવી ગંભીર બાબતોથી હંમેશા દૂર રહેવું જોઈએ, જે સંબંધોમાં ઝેર ઘોળવાનું કામ કરે છે.
ગુસ્સામાં ઉચ્ચારવામાં આવેલું આ નિવેદન સામેની વ્યક્તિને તમારા વિશે નકારાત્મક લાગણી કરાવી શકે છે. આ પતિ-પત્ની વચ્ચે આ વાત કાંટા જેવું ખુંચી શકે છે.
નાણાકીય પરિસ્થિતિઓ વિશે મજાક ઉડાવવી
એવું કહેવાય છે કે સમય હંમેશા સરખો નથી રહેતો. વિવાહિત જીવનમાં કે પ્રેમ સંબંધમાં ક્યારેક સારા દિવસો આવે છે અને ક્યારેક ખરાબ. પરંતુ તમારે એકબીજાની નાણાકીય પરિસ્થિતિની મજાક ઉડાવવાનું ટાળવું જોઈએ, ભૂલથી પણ. આમ કરવાથી સંબંધ માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.
નબળાઈઓની મજાક ઉડાવવી
દરેક વ્યક્તિ પરફેક્ટ નથી હોતી, તેથી તમારા પાર્ટનરની નબળાઈઓની મજાક ન ઉડાવવી. આમ કરવાથી બીજી વ્યક્તિ પોતાને ઓછું આંકી શકે છે. જો તમારા બાળકો હોય, તો તે તેમના પર પણ અસર કરે છે.
એકબીજાના પરિવાર પર ટીકા કરવી
ભારતીય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, તો તેઓ અનિવાર્યપણે એકબીજાના પરિવારની ટીકા કરવાનું શરૂ કરે છે. મોટાભાગના કપલ્સ આ ભૂલ કરે છે અને પરિસ્થિતિ વધુ વણસે છે. પરિવાર વિશે ખરાબ બોલવાથી અથવા તેની ટીકા કરવાથી તમારા બંને વચ્ચે ગુસ્સો વધી શકે છે.
પરિચિતો સામે ટીકા કરવી
સંબંધમાં સમસ્યાઓ અથવા તકરાર થવી સામાન્ય છે, પરંતુ આ પરિસ્થિતિને તમારા સુધી રાખવી શ્રેષ્ઠ છે. સંબંધીઓ અથવા મિત્રોની સામે તમારા પાર્ટનર વિશે ખરાબ બોલવું એ ખૂબ જ ખોટી રીત છે. શક્ય છે કે તમે જે કહો છો તે તમારા પાર્ટનર સુધી પહોંચે.
સંબંધોને મજબૂત રાખવા માટે આટલું અવશ્ય કરો કોઈપણ વિવાહિત જીવન ત્યારે જ લાંબુ ચાલે છે જ્યારે તેમાં પ્રેમની સાથે એકબીજા પ્રત્યે સન્માન હોય. ગમે તેવો મોટો ઝઘડો હોય તો પણ તેને ઘરની અંદર જ પરસ્પર શાંતિપૂર્વક સંવાદ કરીને ઉકેલવો જોઈએ. પાર્ટનરની નબળાઈઓને સ્વીકારીને તેને પ્રોત્સાહન આપવાથી જ સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે અને તિરાડ પડવાની શક્યતા નહિવત થઈ જાય છે.