રાજકોટમાં સૌપ્રથમ BharatGas Lite ZIP 10 કિલો કોમ્પોઝિટ LPG સિલિન્ડરનું લોન્ચિંગ
હલકો, કાટમુક્ત અને ગેસ લેવલ જોઈ શકાય તેવો આધુનિક સિલિન્ડર; 8 ઓગસ્ટે નંદગોપાલ ભારતગેસ એજન્સી ખાતે લોકાર્પણ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ગ્રાહકોને વધુ સુરક્ષિત, હલકો અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવો BharatGas Lite ZIP ૧૦ કિલો કોમ્પોઝિટ LPG સિલિન્ડર હવે ઉપલબ્ધ બનશે. નંદગોપાલ ભારતગેસ એજન્સી દ્વારા રાજકોટમાં આ અદ્યતન પ્રોડક્ટનું સૌપ્રથમ લોન્ચિંગ ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે.
નંદગોપાલ ભારતગેસ એજન્સી, ૧૦-રણાછોડનગર, સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠ્ઠલાની માર્ગ ખાતે યોજનાના કાર્યક્રમમાં રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ, BPCLના ટેરીટરી મેનેજર અભિજીત પાનારી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના ભારતગેસના અગ્રણી ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહેશે, સાયબર સિક્યોરિટી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા ડૉ. ગોપાલ વિઠ્ઠલાની પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
BharatGas Lite ZIP આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી પ્રીમિયમ LPG સેવા છે. કોમ્પોઝિટ મટિરિયલના કારણે સિલિન્ડર હલકો હોવાથી તેનું હેન્ડલિંગ સરળ બને છે. કાટમુક્ત બોડી ઉપરાંત સિલિન્ડરમાં કેટલો ગેસ ઉપલબ્ધ છે તેનું લેવલ જોઈ શકાય તેવી સુવિધા પણ આપવામાં આવી છે. વધુ સુરક્ષિત ડિઝાઇન તેને સામાન્ય સ્ટીલ સિલિન્ડરની સરખામણીએ વધુ સુવિધાજનક બનાવે છે. BPCL દ્વારા આ સેવા દેશના
વિવિધ શહેરોમાં તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે.
નંદગોપાલ ભારતગેસ એજન્સીના જણાવ્યા મુજબ રાજકોટમાં આ પ્રોડક્ટનું લોન્ચિંગ ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક LPG
અનુભવ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે.
કાર્યક્રમનું સંચાલન હિરલ વિઠ્ઠલાની અને નંદન વિઠ્ઠલાની કરશે. આયોજનને સફળ બનાવવા યોગેશ રાઠોડ, ભાવેશ લાખાણી, આશિષ મહેતા, કેતન ચંદારાણા સહિત એજન્સીનો સ્ટાફ જેહમત ઉઠાવી રહ્યો છે.
આ પ્રસંગે કિરણબેન અને અશ્વિનભાઈ વિઠ્ઠલાનીએ શહેરના રાહડિયો, વેપારીઓ, ગૃહીણીઓ અને નાગરિકોને ઉપસ્થિત રહી BharatGas Lite ZIPની વિશેષતાઓ અને તેના લાભોની માહિતી મેળવવા આમંત્રણ પાઠવ્યું છે.