Loading Please Wait !!!
આવતીકાલથી ચાતુર્માસની શરૂઆત

  • ભગવાન વિષ્ણુ જશે યોગનિદ્રામાં
  • 118 દિવસ શુભ કાર્યો પર લાગશે બ્રેક

સિટી ન્યૂઝ@રાજકોટ

આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આવતીકાલ એટલે કે ૨૫ જુલાઈ (શનિવાર)ના રોજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોકમાં રાજા બલિના ત્યાં યોગનિદ્રામાં ચાલ્યા જાય છે અને કાર્તિક મહિનાની દેવઉઠની એકાદશી (૨૦ નવેમ્બર ૨૦૨૬)ના રોજ જાગે છે. સૃષ્ટિના પાલનહાર યોગનિદ્રામાં હોવાથી આ ચાર મહિના દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશ જેવા તમામ શુભ તથા માંગલિક કાર્યો વર્જિત રહે છે.અષાઢ સુદ અગીયારસ એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ

 ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધાર્મિકોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. જૈન ધર્મના સાધુ-સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાણે છે. ચાતુર્માસમાં મોટાભાગે ચોમાસાની સીઝન હોય છે. આ સમયે વાદળ અને વર્ષાના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી આવી શકતો, સૂર્યનો પ્રકાશ ઓછો થવો, દેવતાઓના સૂવાનું ર પ્રતીક છે. આ સમય શરીરની પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે, જેના કારણે શરીર થૂંકું નબળું પડી જાય છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું છે કે ચાતુર્માસમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન થઈ જાય છે.
 
  • ચાતુર્માસમાં ખાવા-પીવામાં શું ફેરફાર કરવો જોઈએ?

આ દિવસોમાં વરસાદ પડે છે, વાહનોને કારણે સૂર્ય ભગવાન દેખાતા નથી. સૂર્યપ્રકાશની અછતના કારણે આપણું પાચન તંત્ર નબળું પડી જાય છે. ચાતુર્માસમાં મસાલોદાર ખોરાક પર પ્રતિબંધ છે. એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, જે સરળતાથી પચતી નથી. સંતુલિત ખોરાક લો, જે શરીર માટે સરળતાથી પચી જાય છે. વધુ પડતું ઠંડું પાણી પીવાનું ટાળો. એકવાર પાણી ગરમ કર્યા પછી તેને ઠંડું કરો, તેને આ પાણી પી શકો છો.કાચા લીલા પાંદડાવાળા શાકભાજી પણ ન ખાવા જોઈએ. વરસાદ અને સૂર્યપ્રકાશના અભાવે પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ થવાની સંભાવના છે. જો તમે કાચા શાકભાજી ખાશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે બાફેલા શાકભાજી ખાશો તો સારું રહેશે. શાકભાજી ઉપરાંત કાચા દૂધ, દહીં, છાશનું સેવન પણ ચાતુર્માસમાં ટાળવું જોઈએ. જો તમારે દૂધ પીવું હોય તો તેને ગરમ કર્યા પછી પી શકો છો. ચાતુર્માસમાં દરરોજ થોડું મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.