વાસી ખોરાક પીરસતી ચાર પેઢી સીલ
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મનપાની ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૮૪ પેઢી અને રેસ્ટોરન્ટ્સમાં તપાસની સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ કડક ઝુંબેશ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા ૫૧૮ કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. ૭૯,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી ૨૪ પેઢીઓએ સ્ટોરેજ, લાઈસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવતા ખાણીપીણીના બજારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યંત ગંદકી અને લાયસન્સના અભાવે શહેરની ૬ મોટી પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. જેમાં મેઈન રોડ પર ઉત્પાદન થતું હોવાનું ખૂલતાં, ત્યાંથી આવેલ “તુલસી બેકરી” માં અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ અને પકડેલ લોટ મળી અંદાજીત ૧૬૦ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરી રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલાયો છે.
આ જ રોડ પર આનંદ બંગલા ચોક પાસે આવેલ “ફિન્ના રેસ્ટોરન્ટ” ને પણ સીલ કરવામાં આવી છે, જ્યાંથી વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, લોટ, દાળ, મંચુરિયન, ચટણી, પાપડ અને નૂડલ્સ સહિત ૧૩૫ કિલોગ્રામ વાસી ખોરાક ઝડપાતા તેનો નાશ કરી રૂ. ૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલાયો છે. આ ઉપરાંત મવડી પ્લોટમાં આવેલ “શ્રી પટેલ સ્વીટ્સ’ને સીલ કરી રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસૂલી ત્યાંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવાયો છે. જૂના મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલ “શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીન”માંથી એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ અને નમકીન સહિત ૨૯ કિલોગ્રામ જથ્થાનો નાશ કરી પેઢી સીલ કરાઈ છે. ગોંડલ રોડ પર વિજય પ્લોટ-૨માં “વિજયભાઈ નારણભાઈ ગામરા’ની પેઢીને સીલ કરી રૂ. ૫,૦૦૦/-નો દંડ વસૂલી પનીરનો નમૂનો લેવાયો છે. જ્યારે મોરબી રોડ પર કલ્પતરૂ સોસાયટી પાસે આવેલ “જય બજરંગ ડેરી પ્રોડક્ટસ”માંથી લેબલ વગરના ૧૦ કિલોગ્રામ પનીરનો નાશ કરી પેઢીને સીલ કરી રૂ. ૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. આ તમામ ૬ પેઢીઓને હાઈજેનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે.
મનપાના ફૂડ વિભાગની ટીમોએ શહેરના જાણીતા હોકર્સ ઝોન અને અન્ય વિસ્તારોને પણ બાનમાં લીધા હતા. શીતલ પાર્ક એરપોર્ટ રોડ હોકર્સ ઝોન ખાતે તપાસ કરતા ‘MGM પંજાબી ચાઈનીઝ’ માંથી ૫ કિલો વાસી મંચુરિયન, ‘જય સિયારામ વડાપાઉં’ માંથી ૧ કિલો મરચાની ચટણી અને ‘શિવશક્તિ ચાઈનીઝ પંજાબી’ માંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આથોનો મોટો નાશ કરાયો હતો, જ્યારે અન્ય ૫ પેઢીઓને લાયસન્સ બાબતે નોટિસ આપી ૬ પેઢીઓની સ્થળ તપાસ કરાઈ હતી. તેવી જ રીતે રેસકોર્સ હોકર્સ ઝોન પર ‘અ-૧ ચાઈનીઝ’માંથી ૫ કિલો વાસી રેસકોર્સ હોકર્સ ઝોન પર ‘અ-૧ ચાઈનીઝ’માંથી ૫ કિલો વાસી મંચુરિયન, ‘આમચી મુંબઈ’ માંથી ૨ કિલો મસાલાનો નાશ કરી રૂ. ૨૦૦/- નો દંડ, અને ‘સંતોષ બટેટા પૂરી’ માંથી ૩ કિલો અખાદ્ય ચટણીનો નાશ કરી રૂ. ૫૦૦/- નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત રેસકોર્સ વિસ્તારમાં અન્ય ૬પેઢીઓ પાસેથી દંડ વસૂલી લાયસન્સ નોટિસ અપાઈ હતી અને ૧૦ જેટલી પેઢીઓને લાયસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી હતી.