Loading Please Wait !!!
ફાકી ખાનાર સાવધાન સોપારી બની રહી છે ધીમું ઝેર; હાઈ BPની કેન્સર સુધી જોખમ

  • ચેતવણી; સોપારીનું એરકોલિન તત્વ બની શકે છે જોખમકારક
  • સોપારી ખાધા પછી શરીરમાં વધે છે અસહ્ય ગરમી
  • ફાકીમાં આવતો પેકિંગ ફોડેલો ચૂનો સૌથી વધુ ખત્તરનાક
  • કેટલાક લોકોને દરરોજ સોપારી ચાવવાની આદત હોય છે. એનાથી ધીરે ધીરે પેઢા પર અસર થવાની શરૂઆત થાય છે. એનાથી માઉથ અલ્સર થવાનું જોખમ રહે છે.

    સિટી ન્યૂઝ@રાજકોટ : ભારતમાં સોપારીનું ખૂબ મોટું મહત્વ છે. પૂજા પાઠથી લઇને દરેક જરૂરી ચીજમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં લોકો સોપારી ચાવવાના ખૂબ શોખીન છે. સોપારી દરેક શુભ પ્રસંગે ચઢાવવામાં આવે છે કારણ કે એને ખબહ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ હોય છે જે ડિનર બાદ દરરોજ સોપારી ખાવાનું પસંદ કરે છે. સોપારી માઉથફ્રેશનરનું કામ કરે છે. પરંતુ સોપારીના ઘણા નુકસાન પણ છે જેનાથી તમે અત્યાર સુધી અજાણ હશો. એનાથી દાંતનો રંગ પણ ખરાબ થઇ જાય છે અને આ ઉપરાંત ઘણા પ્રકારની સમસ્યા આવવાની શરૂ થાય છે.