કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો
વડોદરાની ગોત્રી વિસ્તારની ઘટના
મૃતદેહ માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય
સિટી ન્યૂઝ@બોટાદ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામ (શ્મશાન) નજીકની કચરાપેટીમાંથી ૫ ઓગસ્ટની મોડી રાત્રે એક અડધી બનેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબત યુથ કોંગ્રેસના ધ્યાન પર આવતાં તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટનાસ્થળે બોલાવી જાણ કરી હતી. હાલમાં આ મૃતદેહ કોઈ મનુષ્યનો છે કે પશુનો તે સ્પષ્ટ થઈ શરક્યું નથી અને પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. ગોત્રી મુક્તિધામથી થોડા જ અંતરે આવેલી કચરાપેટી પાસે યુથ કોંગ્રેસના આગેવાન પવન ગુપ્તા અને તેમના સાથીઓએ અડધો બળેલો મૃતદેહ જોયો હતો. તેમણે તાત્કાલિક શમશાનના સંચાલકો તેમજ પોલીસને જાણ કરી હતી. જોકે, આ મૃતદેહને કચરાપેટીમાં જ સળગાવવામાં આવ્યો
હતો કે શમશાનમાંથી અડધો સળગેલો અહીં લાવીને ફેંકી દેવાયો હતો તે અંગે રહસ્ય ઘેરાયું છે. યુથ કોંગ્રેસના આગેવાનોએ આ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શમશાન નજીક જ આટલા કલાકો સુધી મૃતદેહ સળગતો રહ્યો હોવા છતાં સંચાલકોનું ધ્યાન કેમ ન ગયું? આ ઉપરાંત, નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના ધ્યાને પણ આ બાબત કેમ ન આવી શતો.મૃતદેહની સ્થિતિ એવી છે કે તે માનવ શરીર છે કે પશુનું તે ઓળખવું મુશ્કેલ બની રહ્યું છે. પોલીસે મૃતદેહને તપાસ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો આ મૃતદેહ પશુનો પણ હોય, તો પણ તેને આ રીતે કચરાપેટીમાં સળગાવવો કેટલો યોગ્ય ગણાય.