બંગાળમાં સુવેન્દુ નવા CM : સાથે ડબલ ડેપ્યુટી CM
- કોલકાત્તામાં કાલે શપથવિધિ સમારોહ
- રૂપા ગાંગુલી ડેપ્યુટી મુખ્યમંત્રી
સિટી ન્યૂઝ@કોલકાત્તા : પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હશે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી પણ હશે. રૂપા ગાંગુલીના નામ પર નાયબ CM તરીકે મહોર લાગી ચૂકી છે. બીજા નાયબ CM દાર્જિલિંગના પુરુષ ધારાસભ્ય હશે.
સુવેન્દુ પાસે ગૃહ મંત્રાલયનો હવાલો હશે. કોલકાતામાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ધારાસભ્ય દળની બેઠક બાદ આજે સાંજે 5 વાગ્યે ત્રણેયના નામની જાહેરાત કરવામાં આવશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં 9 મેના રોજ મુખ્યમંત્રી અને બંને નાયબ CM શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, શાહ સહિત NDAના ઘણા મોટા નેતાઓ સામેલ થશે. સુવેન્દુએ CM મમતા બેનર્જીને ભવાનીપુરથી હરાવ્યા છે. તેઓ નંદીગ્રામથી પણ સતત બીજી વખત ચૂંટણી જીત્યા. અહીંથી 2021માં તેમણે મમતાને હરાવ્યા હતા. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો જીતી છે.
ધારાસભ્ય દળની બેઠકને લઈને શાહ આજે સવારે જ્યારે કોલકાતા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર સુવેન્દુએ જ તેમનું સ્વાગત કર્યું હતું. શાહને CM પસંદ કરવા માટે ભાજપે ઓબ્ઝર્વર બનાવ્યા છે.
4 મેના રોજ 293 બેઠકોના પરિણામો આવ્યા. ભાજપને 207 બેઠકો મળી. TMC માત્ર 80 પર સમેટાઈ ગઈ. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. પરિણામ 24 મેના રોજ આવશે.
મમતા બેનર્જીએ કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં. મમતાએ આગળ કહ્યું - ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી.
સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેઓ કોલકાતાથી મધ્યમગ્રામ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. કોલકાતાથી લગભગ 20 કિમી દૂર ડોલતલામાં એક કાર રથની સ્કોર્પિયો સામે ઊભી રહી ગઈ. આ દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બે ગોળીઓ ચંદ્રનાથની છાતીમાંથી આરપાર થઈ ગઈ. એક ગોળી પેટમાં વાગી. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે કહ્યું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા છે. સુવેન્દુએ કહ્યું - આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે.