લોકલથી ગ્લોબલ : ગુજરાતનું અથાણું અમેરિકામાં હિટ
- ગુજરાતની નારી શક્તિ હવે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી
- શિવરાજપુર ગામની `અથાણા મંડળી' આજે અમેરિકા સુધી સ્વાદ પીરસી રહી છે
સિટી ન્યૂઝ@અરવલ્લી : ગુજરાતની નારી શક્તિ હવે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી, પણ સાત સમુદ્ર પાર પોતાની ઓળખ બનાવી રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક નાનકડા ગામડાની મહિલાઓએ 'અથાણા'ના વ્યવસાય થકી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિવરાજપુર ગામની આ "અથાણા મંડળી" આજે અમેરિકા સુધી સ્વાદ પીરસી રહી છે. મેઘરજ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામના. અહીં વહેલી સવારથી જ મસાલાની સોડમ હવામાં ભળી જાય છે. અર્પિતાબેન પટેલ અને તેમની સાથેની 30 જેટલી ગ્રામીણ મહિલાઓ મળીને "અથાણા મંડળી" સખી મંડળ ચલાવે છે.
જે કામ ક્યારેક રસોડા પૂરતું મર્યાદિત હતું, આજે તે એક મોટા વ્યાપારમાં પરિવર્તિત થઈ ગયું છે. અહીં કેરી, લીંબુ અને મરચાંના પરંપરાગત અથાણાં તો બને જ છે, પણ આ મંડળીની ખાસ ઓળખ છે તેમનું 'રતાળાનું અથાણું'. શુદ્ધતા અને ઘર જેવો સ્વાદ હોવાને કારણે આ અથાણાંની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પણ અમદાવાદ અને સાબરકાંઠા જેવા શહેરોમાં પણ વ્યાપક છે. નવાઈની વાત તો એ છે કે, આ મંડળીના અથાણાં આજે અમેરિકામાં વસતા ભારતીયોના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા છે. અહીં કેરી, લીંબુ અને મરચાંના પરંપરાગત અથાણાં તો બને જ છે, પણ આ મંડળીની ખાસ ઓળખ છે તેમનું 'રતાળાનું અથાણું'. શુદ્ધતા અને ઘર જેવો સ્વાદ હોવાને કારણે આ અથાણાંની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પણ અમદાવાદ અને સાબરકાંઠા જેવા શહેરોમાં પણ વ્યાપક છે. નવાઈની વાત તો એ છે કે, આ મંડળીના અથાણાં આજે અમેરિકામાં વસતા ભારતીયોના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા છે.