Loading Please Wait !!!
રાજકોટમાં `લોયર' મહિલાનો રસ્તા પર હંગામો

  • રૈયા રોડ પર બસ રોકી દેતા ટ્રાફિકજામ સર્જાયો
  • સ્કૂટર આડુ રાખી બસ રોકી મહિલા બેકાબુ: એસ.ટી. ડ્રાઈવરે મહિલા વિરુઘ્ધમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં વહેલી સવારે એક મહિલા દ્વારા સર્જાયેલા હંગામાના કારણે રૈયા રોડ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માહિતી મુજબ, હનુમાનમઢી ચોક સિગ્નલ પાસે લોયર લખેલી સ્કૂટર ચલાવતી મહિલાએ એસટી બસની સામે સ્કૂટર ઉભી રાખી રસ્તો અટકાવી દીધો હતો.

મહિલાએ બસના ડ્રાઇવર અને કંડક્ટર સાથે ઉગ્ર વાદવિવાદ કરી ગાળો ભાંડી હતી. ઘટનાસ્થળે હાજર નાગરિકોમાંથી એક વ્યક્તિએ વીડિયો બનાવતા મહિલાએ તેને પણ ધમકી આપી હોવાની વિગતો સામે આવી છે.

આ ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોમાં પણ ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યાં એસટી બસના ડ્રાઇવરે મહિલાના વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.