Loading Please Wait !!!
બાલંબામાં ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો સ્થાપના દિવસ ઉજવાયો

સિટી ન્યૂઝ @ બાલંબા

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજ તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ-બાલંબાની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સેવા સમાજનો સ્થાપના દિવસ પણ ઉત્સાહભેર ઉજવાયો હતો.

કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી નરશીભાઈ મનજીભાઈ સવાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના, પ્રમુખ સ્થાનની વરણી, સ્વર્ગસ્થ જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ, સ્વાગત અને સાંસ્કૃતિક વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનું વાર્ષિક વિવરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

સ્થાપના દિવસ નિમિત્તે બાલંબા અને હિરાપરના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, સ્કૂલ બેગ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ તથા દ્વિતીય ક્રમે સફળ થયેલા વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અને સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં બાલંબા અને હિરાપરના જ્ઞાતિજનો, સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પરેશભાઈ મછીલાલ ટંક, મંત્રી જાદવભાઈઆર. રઘવાણી, શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ-બાલંબાના પ્રમુખ સવજીભાઈ દવજીભાઈ ગોહેલ, મંત્રી રમેશભાઈ જે, સાપરીયા સહિતના આગેવાનોએ મહત્વનો ફાળો આપ્યો હતો.