Loading Please Wait !!!
પોલીસની ગાડી પર બેસીને રીલ બનાવીને રોલા: વીડિયો વાયરલ

  • અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીમાં `તું ખીચ મેરી ફોટો'ના ગીત સાથે વીડિયો બનાવ્યો, પીઆઈએ કહ્યું વાયરલ વીડિયોની તપાસ કરીશું

સિટી ન્યૂઝ@અમદાવાદ : અમદાવાદ પોલીસની ગાડીનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવાનો હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની 112 જનરક્ષકની સરકારી ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.રિવરફ્રન્ટ પર ગાડી ઉપર બેસીને વીડિયો બનાવી 'તું ખીચ મેરી ફોટોના ગીત' સાથે બનાવવામાં આવેલી રીલનો વાયરલ થયેલો વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.જોકે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ આવેલો છે તેમાં આ વીડિયો રિવરફ્રન્ટ પૂર્વ તરફનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે પોલીસે આ વીડિયોની તપાસ શરૂ કરી છે, પરંતુ એક સરકારી ગાડી પર બેસીને આ રીતે વીડિયો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી રજિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ.

જે વીડિયો જોવામાં આવી રહ્યો છે, તેમાં સ્પષ્ટ લોકેશન કઈ બાજુનું છે ખબર નથી અને ગાડી નંબર પણ દેખાતો નથી જેથી અમે વ્યક્તિગત રીતે તપાસ કરાવી રહ્યા છીએ. આ વીડિયો તાજેતરનો છે કે જૂનો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની 112 નંબરની જનરક્ષક ગાડી ઉપર બેસીને બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.