Loading Please Wait !!!
યુએસ સંસદમાં બિલ પસાર: ટ્રમ્પને મળ્યો ભારત અને ચીન પર 100% ટેરિફ લાદવાનો અધિકાર

 

  • આ કાયદો ઓટોમેટિક ટેરિફ લાગુ નથી કરતો, પરંતુ પ્રમુખને આપે છે વિશેષ સત્તા

  • ભારત અને ચીનને રશિયન ઉર્જા ખરીદી બંધ કરવા અથવા ઘટાડવા માટેનું દબાણ

  • સેનેટમાં અગાઉ ભારે બહુમતીથી મંજૂર થયા બાદ વ્હાઇટ હાઉસ મોકલાયું બિલ

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકી સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' દ્વારા રશિયા સામે એક મહત્વપૂર્ણ ટેરિફ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેવા દેશો પર 100% સુધીના ટેરિફ લાદવાનો કાનૂની અધિકાર આપે છે, જેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ખરીદી ચાલુ રાખે છે. ગૃહમાં આ બિલ 262 વિરુદ્ધ 159 મતોથી પાસ થયું છે, જેમાં રશિયા પર આર્થિક દબાણ વધારવાના હેતુથી ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોના સાંસદોએ સમર્થન આપ્યું હતું. આ જોગવાઈ હેઠળ ભારત અને ચીન સીધા જ રડારમાં આવ્યા છે.

'ધ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' નામના આ બિલને અગાઉ યુએસ સેનેટમાં પણ ભારી બહુમતીથી મંજૂરી મળી ચૂકી છે અને હવે તે અંતિમ હસ્તાક્ષર માટે વ્હાઇટ હાઉસ મોકલવામાં આવશે. જોકે, આ કાયદો પસાર થવાથી ભારત પર આપોઆપ 100% ટેરિફ લાગુ થઈ જતો નથી, પરંતુ તે રાષ્ટ્રપતિને સેકન્ડરી ટેરિફ લાદવાની મુનસફી આપે છે. બિલના સમર્થકોની દલીલ છે કે આનાથી ભારત અને ચીન જેવા દેશો પર રશિયા પાસેથી ઉર્જા ખરીદી ઘટાડવાનું દબાણ વધારી શકાશે.

આંતરરાષ્ટ્રીય વેપાર અને ભૂ-રાજકીય તણાવ

રશિયા-યુક્રેન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા બજાર પર ઊંડી અસરો પડી રહી છે, જ્યાં અમેરિકા જેવા દેશો કાયદાકીય અને આર્થિક માધ્યમો દ્વારા સપ્લાય ચેઇનને નિયંત્રિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.