Loading Please Wait !!!
ટેકનોલોજીની બાબતમાં જેન-ઝીને ટક્કર આપતા વડીલો!

 

  • ટેકનોલોજીના ઉપયોગમાં યુવાનોને પાછળ છોડતા બૂમર્સ!

  • AI અને યુટ્યુબ પર બૂમર્સનું વધી રહ્યું પ્રભુત્વ!

  • નવી વસ્તુઓ શીખવા માટે વડીલોનો આધુનિક અભિગમ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

જેન-ઝીને સામાન્ય રીતે ટેકનોલોજીના જાણકાર માનવામાં આવે છે કારણ કે તેઓ ડિજિટલ યુગમાં જન્મ્યાં છે અને ટેકનોલોજી તેમનાં જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

પરંતુ યુટ્યુબ પર સમય વિતાવવામાં બૂમર્સ એટલે કે ૧૯૪૬ થી ૧૯૬૪ વચ્ચે જન્મેલાં લોકો પણ જેન-ઝીથી પાછળ નથી અને આશ્ચર્યની વાત એ છે કે તેઓ AI નો પણ ભરપૂર ઉપયોગ કરે છે.

મેક્નિઝેના સર્વેમાં ખુલાસો થયો છે કે નવી વસ્તુઓ શીખવા માટે બૂમર્સ યુવાનોની સરખામણીમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરે છે તેમજ ખરીદી માટે હોમવર્ક કરવાના મામલે પણ આગળ છે.

વૈશ્વિક સ્તરે ચાર હજાર લોકો પર કરાયેલા આ સર્વે મુજબ બૂમર્સ સોશિયલ મીડિયા પર ભલે ઓછો સમય વિતાવતા હોય, પરંતુ AI અને યુટ્યુબનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે.

કોઈપણ વસ્તુ વિશે યુટ્યુબ કે AI પર પૂરતી માહિતી મેળવી લીધા પછી પણ બૂમર્સ પરિવાર કે સેલ્સ આસિસ્ટન્ટનો સંપર્ક કરવામાં પાછળ રહેતા નથી, જે દર્શાવે છે કે વડીલો ગૂંચવણો ઉકેલવા સ્માર્ટ ટેકનોલોજી અપનાવી રહ્યા છે.

ટેકનોલોજીના ઉપયોગમાં આગળ નીકળતા બૂમર્સ

આજના ડિજિટલ યુગમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ બૂમર્સ એટલે કે વડીલો પણ યુટ્યુબ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં યુવાનોને પાછળ છોડી રહ્યા છે. નવી વસ્તુઓ શીખવા, બિલ સમજવા અને ખરીદી કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવા માટે વડીલો દ્વારા ટેકનોલોજીનો આ પ્રકારે ઉપયોગ થવો એ એક સકારાત્મક અને બદલાવ લાવતો ક્રાંતિકારી અભિગમ છે.