થાનગઢના જામવાળીમાં 13 ગેરકાયદેસર કોલસાની ખાણો ઝડપાઈ!
- કોલસો અને વાહનો સહિત 70.61 લાખનો મુદ્દામાલ જપ્ત!
- સરકારી જમીન પર ખનન, 125 મેટ્રિક ટન કોલસો!
- ડમ્પર, લોડર અને 2 ટ્રેક્ટર પણ કબ્જે કરાયા!
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં સરકારી સર્વે નંબર 105 ની જમીન પર ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરિયા અને તેમની ટીમે તપાસ કરતા 13 ગેરકાયદેસર કોલસાની ખાણો મળી આવી છે તથા વાહનો અને કોલસો મળી કુલ 70,61,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન જપ્ત કરાયેલા મુદ્દામાલમાં GJ 13 AX 9896 નંબરનું ડમ્પર, GJ 13 AD 0052 નંબરનું લોડર મશીન, જનરેટર સાથેના 1 મહિન્દ્રા અને 1 સોનાલિકા ટ્રેક્ટર તેમજ 125 મેટ્રિક ટન કોલસાનો સમાવેશ થાય છે.
કબ્જે લેવાયેલો તમામ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે તપાસમાં વાહનોના માલિક તરીકે જામવાળાના જલાભાઈ રઘુભાઈ અલગોતર અને જીવણભાઈ મેરાભાઈ અલગોતરના નામ સામે આવ્યા છે.
તંત્રની તપાસમાં કોલસાનું ખનન અને વહન પરબધણી સ્ટોક, થાનગઢના રાજુભાઈ ભરવાડ દ્વારા થતું હોવાનું ખુલ્યું છે.
આ સમગ્ર મામલે સંડોવાયેલા તમામ સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઑફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગેરકાયદે કોલસા ખનન, મુદ્દામાલ જપ્તી અને કાયદેસર કાર્યવાહી
થાનગઢના જામવાળીમાં સરકારી જમીન પર 13 ગેરકાયદેસર કોલસાની ખાણો ઝડપાઈને 70,61,000 રૂપિયાના કોલસા, ડમ્પર, લોડર અને ટ્રેક્ટર જપ્ત કરાયા છે. વાહન માલિકો અને ખનન-વહન સાથે જોડાયેલા સામે 2017ના ખનન નિયમો હેઠળ કાર્યવાહી શરૂ થતા ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ સામે તંત્રની સક્રિયતા સ્પષ્ટ થાય છે.