Loading Please Wait !!!
રેસકોર્સ પાર્કમાં વૃદ્ધા દ્વારા ચાલતા કુટણખાનાનો પર્દાફાશ!

  • ગ્રાહક દીઠ 1000 વસૂલી 500 કમિશન રાખતી!
  • AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો!
  • 60 વર્ષીય શિલ્પા માણેકની પોલીસે ધરપકડ કરી!

સિટી ન્યુઝ @ રાજકોટ

શહેરના પોષ વિસ્તાર સમા રેસકોર્સ પાર્કમાં રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કુટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU) ની ટીમે પર્દાફાશ કર્યો છે, જેમાં ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલી 500 રૂપિયા લલનાને આપી બાકીના 500 રૂપિયા કમિશન પેટે પોતે રાખવામાં આવતા હતા.

ચોક્કસ બાતમીના આધારે AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગરમાં રહેતી 60 વર્ષીય શિલ્પા ગીરીશભાઈ માણેક રેસકોર્સ પાર્કના ફ્લેટમાં માંડા ડુંગર વિસ્તારની મહિલાને બોલાવી બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરાવતી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી શિલ્પા માણેકની અંગ જડતી દરમિયાન 3500 રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ સહિત કુલ 13,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપી મહિલા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતી હતી અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દેહવ્યાપારના દૂષણને ડામવા શહેર પોલીસની AHTU ટીમ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

પોષ વિસ્તાર, ગેરકાયદે પ્રવૃત્તિ અને પોલીસ સતર્કતા

રહેણાંક વિસ્તારોમાં ભાડે કે માલિકીના ફ્લેટનો ઉપયોગ કરીને ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ડમી ગ્રાહક અને બાતમી આધારિત કાર્યવાહી અસરકારક સાબિત થાય છે. આરોપીના પૂર્વ રેકોર્ડ અને સંપર્કોની તપાસથી સમગ્ર નેટવર્કની વિગતો બહાર આવી શકે છે.